કોરોના દર્દીઓના ઉપચારમાં ઉપયોગમાં લેવાતી એક પ્રમુખ દવા રેમડેસિવિરની કેન્દ્ર સરકારે કંપની પ્રમાણે સપ્લાય યોજના, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જારી કરી દીધી છે. સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 21 એપ્રિલથી 16મે દરમિયાન રેમડેસિવિરની કંપનીના હિસાબે સપ્લાય યોજના જારી કરવામાં આવી છે.નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, યોજના માર્કેટિંગ કંપનીઓની સલાહથી તૈયાર કરવામાં આવી છે. કંપનીને નિર્દેશ આપવામા આવ્યા છે કે સપ્લાય યોજના અનુસાર તમામ રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોને સમય પર પુરવઠો સુનિશ્વિત કરે.7મેએ કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડીવી સદાનંદ ગૌડાએ જાણકારી આપી કે કોવિડ-19 મહામારીને ધ્યાનમાં લેતા રાજ્યોને રેમડેસિવિરની શીશીઓની ફાળવણી 16મે સુધી કરી દેવામાં આવી છે. ગૌડાએ ટ્વીટ કર્યુ કે, દરેક રાજ્યમાં રેમડેસિવિરની જરૂરિયાતોને ધ્યાનમાં લેતા અને તેની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્વિત કરવા માટે, 16મે 2021 સુધી ફાળવણી કરવામાં આવી છે.તેમણે કહ્યું કે, આ દેશભરમાં રેમડેસિવિરના સુચારુ સપ્લાય સુનિશ્વિત કરશે જેથી કોઇપણ દર્દીને આ મહામારીમાં મુશ્કેલીનો સામનો નહી કરવો પડે.
