બ્રિટનની યુનિવર્સીટી કોલેજ લંડનના રિસર્ચર્સએ સ્માર્ટફોનની સ્ક્રીન પરથી લીધેલ સ્વાબનું વિશ્લેષણ કર્યું છે. તેમણે જાણ્યું કે નાકના સ્વાબ વાળી પીસીઆર તપાસમાં સંક્રમિત મળેલા લોકો સ્માર્ટફોન સ્ક્રીન માટે આપવામાં આવેલા સ્વાબ તપાસમાં પણ સંક્રમિત મળ્યો હતો. નવી પદ્ધતિ અંગે મંગળવારે જર્નલ ઈ-લાઈફમાં જણાવવામાં આવ્યું છે. આ પદ્ધતિને 81થી 100% સંક્રમિત લોકોના સ્માર્ટફોન પર વાયરસની હાજરીની જાણકારી મેળવી છે, જે એક સટીક તપાસ હોઈ શકે છે. રિસર્ચરે જણાવ્યું કે આ પદ્ધતિ હેઠળ નમૂના ભેગા કરવામાં એક મિનિટથી પણ ઓછો સમય લાગે છે અને મેડિકલ કર્મીની પણ જરૂરત પડતી નથી, આ ઓછી આવક વાળા દેશો માટે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.આ અંગે યુપીએલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓફ્થાલ્મોલોજીના રોડ્રિગો યંગે કહ્યું, ‘ઘણા લોકોની જેમ હું પણ કોરોનાવાયરસ મહામારીના સામાજિક અને આર્થિક પ્રભાવ વિશે ચિંતિત હતો, ખાસ કરીને ઓછી આવકવાળા દેશો માટે. તેમણે કહ્યું આ પદ્ધતિ મોટા પાયે કોવિડ -19નું પરીક્ષણ સરળ બનાવશે. પરંતુ તેનો ઉપયોગ ભવિષ્યમાં મહામારીને રોકવા માટે પણ થઈ શકે છે. આ પદ્ધતિ હેઠળ ડાયગ્નોસિસી બાયોટેક દ્વારા પરીક્ષણ માટે મશીન બનાવવામાં આવી રહ્યું છે.કોરોના વાયરસના નવા પ્રકારથી ફરી એકવાર વિશ્વના દેશો ચિંતામાં મુકાયા છે. જે દેશો રસીકરણના મામલે આગળ જતા હતા, હવે તેઓ પણ નવા પ્રકારોના કેસો શોધી રહ્યા છે. જ્યારે અનેક સ્થળોએ તાળાબંધી હળવા થવાને કારણે ફરી કેસ વધવાની ભીતિ સેવાઇ રહી છે. નિષ્ણાતો કહે છે કે કોઈ પણ રસી 100% અસરકારક નથી. આવી સ્થિતિમાં, સ્માર્ટફોન સાથેની આ પદ્ધતિ ખૂબ ઉપયોગી થઈ શકે છે. તેના ઉપયોગથી, વાયરસ ફેલાતા પહેલા તેને નિયંત્રિત કરી શકાય છે.
