દેશોએ કોરોનાને ફેલાતો રોકવા માટે લૉકડાઉનની મદદ લીધી છે. લોકોને ઘરોમાં બંધ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ દરમિયાન લૉકડાઉનને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ઈમરજન્સી એક્સપર્ટે જણાવ્યું કે, કોરોના વાઈરસને ખતમ કરવા માટે દેશ કે સમાજને લૉકડાઉન કે બંધ કરવો પુરતું નથી. વાઈરસને ફેલાતો રોકવા અને તેનાથી બચવા માટે સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયોની આવશ્યક્તા છે.
BBCને આપેલા પોતાના ઈન્ટરવ્યૂમાં WHOના ઈમરજન્સી એક્સપર્ટ માઈક રયાને જણાવ્યું કે, આપણે ખરી રીતે તો તેના પર ધ્યાન આપવાની જરૂરત છે કે, જે બીમાર છે અને જેમની પાસે વાઈરસ છે તેમને અલગ કરવા પડશે. આ સમયે જે લોકો બીમાર છે અને કોરોનાથી પીડિત છે, તેમને શોધીને તેમને મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે તે જરૂરી છે. આમ કરવાથી જ કોરોનાને ફેલાતો અટકાવી શકાશે.
માઈક રાયને વધુમાં જણાવ્યું કે, લૉકડાઉન સાથે સૌથી મોટી સમસ્યા છે કે, જ્યારે લૉકડાઉન સમાપ્ત થશે, તો લોકો મોટી સંખ્યામાં લોકો અચાનક લોકો બહાર આવી જશે, જેથી ખતરો વધી જશે.
ચીન અને બીજા અન્ય એશિયન દેશોને જોઈએ તો યુરોપ અને અમેરિકાએ પણ કોરોના વાઈરસથી લડવા માટે લોકોને ઘરોમાં પૂરાઈ રહેવાનો આદેશ આપ્યો અને લૉકડાઉનનું એલાન કરી દીધુ છે. લોકોને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જ સ્કૂલો, રેસ્ટોરન્ટ, બાર અને પબ સહિત અનેક સુવિધોઓને બંધ કરી દેવામાં આવી છે. એક વખત જો આપણે ટ્રાન્સમિશનને દબાવી દઈશું, તો આપણે ફરીથી વાઈરસના મૂળ સુધી પહોંચવું પડશે. આપણે વાઈરસ સામે લડવું પડશે