- શ્વાસ રોકવો એ ફાઈબ્રોસિસનો ટેસ્ટ નથી અને એટલું જ નહીં, કોવિડ-19ના સંક્રમણથી ફાઈબ્રોઈસિસ તો થતો જ નથી અને એ ના ભૂલો કે કોવિડ-19 કે કોરોના વાયરસના લક્ષણ છે તાવ અને સૂખી ખાંસી
- ઈન્ટરનેટ પર એવી પણ ચર્ચા છે કે, ઘરે જ સેનિટાઈઝર બનાવી શકાય છે. પરંતુ ઈન્ટરનેટ પર સેનિટાઈઝર બનાવવાની આવી રેસિપીથી દૂર રહેવું જોઈએ કારણ કે, આપણે ઘરમાં જેનાથી પોતા મારી છીએ તે કેમિકલ આપણી સ્કીન પર પણ અસર કરશે.
- તો તેનો જવાબ છે ના. કોરોના વાયરસ કોઈપણ સપાટી પર 1 મહિના સુધી એક્ટિવ નથી રહી શકતો. કેટલાક વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, હાર્ડ સરફેસ પર વાયરસ 2 કલાકથી લઈને 9 દિવસ સુધી એક્ટિવ રહી શકે છે.
- વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે, લસણ અથવા અન્ય કોઈ વસ્તુ ખાવાથી કોવિડ-19થી બચાવ નથી થઈ શકતો.
- દર 15 મિનિટે પાણી પીતા રહેવાથી હાઈડ્રેટેડ રહેવાય છે, જે સારી બાબત છે. પરંતુ તેનો મતલબ એ નથી કે, તમારો કોરોના વાયરસથી બચાવ થઈ જશે, એવું કોઈ મિકેનિઝમ નથી કે વારંવાર પાણી પીવાથી વાયરસથી બચી શકાશે.