કોરોનાની બીજી લહેર દેશમાં ઝડપથી લોકોને સંક્રમિત કરી રહી છે. દરરોજ હજારો કેસ સામે આવી રહ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર કોરોનાને અટકાવવા માટે દિવસ-રાત પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોને ઘરે રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ડૉક્ટર અને પોલીસ પણ પોતાની ડ્યુટી નિભાવી રહ્યા છે. આ દરમિયાન રાજસ્થાનમાં એક એવી ઘટના સામે આવી છે, જેને બધાના દિલ જીતી લીધા છે. રાજસ્થાનના ડુંગરપુરમાં એક મહિલા કોન્સ્ટેબલની હલદી સેરેમની પોલીસ સ્ટેશનમાં જ કરવામાં આવી.મહિલા પોલીસ કોન્સ્ટેબલ આશા લગ્નના આગામી 30 એપ્રિલના રોજ છે. પરંતુ કોરોનાના વધતા જતા કેસોને કારણે તેને હલદીની સેરેમની માટે રજા ન મળી. તેના કારણે પોલીસ સ્ટેશનમાં જ હલદી સેરેમની કરવામાં આવી. અહીંના પોલીસ સ્ટેશનમાં અન્ય મહિલા કોન્સ્ટેબલોએ આશાને હળદર લગાવી હતી અને લગ્ન ગીત ગાઇને વિધિ સારી રીતે પૂર્ણ કરી હતી.
