દિલ્હી એમ્સ (AIIMS) ના મેડિસિન વિભાગના ડો. સંજીવ સિંહાએ જણાવ્યું છે કે કોવિડ રસીનો બૂસ્ટર ડોઝ રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે અને ખતરનાક વેરિયન્ટ સામે લડવામાં પણ મદદ કરી શકે છે.સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ડો.સિંહાએ કહ્યું કે, “જાન્યુઆરીમાં રસી લેનારા લોકો પર કોરોનાની બીજી લહેરની કોઈ ખાસ અસર પડી ન હતી. આ રસી કોરોના વાયરસના ચેપને ઘટાડવા માટે અસરકારક છે, પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન એ છે કે રસી લીધાના 6 મહિના પછી પણ શું તેઓના શરીરમાં ત્રીજી લહેરના ખતરનાક વેરિયન્ટ સામે લડવા માટે પૂરતા પ્રમાણમાં એન્ટિબોડીઝ છે?
તેમણે વધુમાં કહ્યું કે આ અંગે ભારત, અમેરિકા અને યુરોપિયન દેશોમાં સંશોધન ચાલી રહ્યું છે અને એવું જાણવા મળ્યું છે કે બૂસ્ટર ડોઝ ખૂબ અસરકારક છે. તેમણે કહ્યું, ઘણી બધી બિમારીઓ છે જેમાં બુસ્ટર ડોઝ જરૂરી છે. ફ્લૂ શોટ પણ આમાંથી એક છે. બુસ્ટર ડોઝ રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે અને ખતરનાક વેરિયન્ટ સામે લડવામાં પણ મદદ કરે છે.
બીજી તરફ, ભારતમાં કોરોના વાયરસના ડેલ્ટા (B.1.617.2) ના વેગને કારણે બ્રેકથ્રુ ઇન્ફેક્શન (રસી લીધા પછી ચેપ લાગ્યો છે) વિષે જાણવા મળ્યું છે. અધ્યયનોમાં જાણવા મળ્યું છે કે બંને રસી (કોવિશિલ્ડ અને કોવાક્સિન) લીધા પછી બ્રેકથ્રુ ઇન્ફેક્શનની ઘટનાઓ સામે આવી રહી છે. દેશમાં બ્રેકથ્રુ ઇન્ફેક્શન અંગે બે અધ્યયન થયા છે. બંને અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડેલ્ટા વેરિઅન્ટ (B.1.617.2) બંને રસી (કોવિશિલ્ડ અને કોવાક્સિન) પ્રાપ્ત કરનારા લોકોમાં ઇન્ફેક્શન કરવા માટે સક્ષમ છે.
એઈમ્સ અને CSIR IGIBએ અધ્યયનમાં શોધી કાઢ્યું છે કે કોવિશિલ્ડ અને કોવાક્સિન રસી અપાયેલા લોકોમાં આલ્ફા અને ડેલ્ટા બંને પ્રકારોમાં બ્રેકથ્રુ ઇન્ફેક્શન થયું છે, પરંતુ ડેલ્ટા કરતા વધુ, આમાં, 63 નમૂનાઓમાં બ્રેકથ્રુ ઇન્ફેક્શનની વાત સામે આવી હતી.આઈમ્સનો આ અભ્યાસ 63 દર્દીઓ પર છે જેઓ 5–7 દિવસ સુધી તીવ્ર તાવની ફરિયાદ પછી એઈમ્સની ઇમરજન્સીમાં પહોંચ્યા હતા. ભારતમાં આ પહેલો અભ્યાસ છે જેમાં Symptomatic Vaccine Breakthroughના નમૂના લેવામાં આવ્યા હતા.