ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે મોત (Corona Death)ના આંકડામાં સૌથી મોટો કૂદકો જોવા મળ્યો છે. દેશમાં પ્રથમ વખત એક જ દિવસમાં કોરોનાએ 1000થી વધુ લોકોનો ભોગ લીધો છે.
આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 62,064 નવા કેસ (Corona Positive Case) સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 1007 લોકોના મરણ નોંધાયા છે.
આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 22,15,075 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધી 44,386 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
જો કે રાહતની વાત છે કે, દેશના કુલ કેસોમાંથી 15,35,744 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. એટલે કે આટલા લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં કોરોનાના કુલ 6,34,945 એક્ટિવ કેસ છે.