હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી જયરામ ઠાકુરના નેતૃત્ત્વમાં કેબિનેટ બેઠકમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કોરોનાના વધતા પ્રકોપને કારણે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠક બાદ રાજ્યમાં 7 થી 16 મે સુધી કોરોના કરફ્યૂ લગાવવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન ખાનગી ઓફિસો ઉપરાંત ઘણી સરકારી ઓફિસ પણ બંધ રહેશે. આ ઉપરાંત કેબિનેટમાં 31 મે સુધી શૈક્ષણિક સંસ્થાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો. કરફ્યૂ દરમિયાન જરૂરી સેવાઓ સંબંધિત દુકાનો ખુલ્લી રહેશે. જરૂરી સેવાઓ સાથે સંકળાયેલા લોકોને કરફ્યૂ દરમિયાન અવર-જવરની છૂટ રહેશે. રાજ્યમાં બહારથી આવતા મુસાફરોએ આરટી-પીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ દેખાડવાનો રહેશે અથવા તો ક્વારેન્ટાઈનમાં રહેવું પડશે. કેબિનેટ દ્વારા 10માં ધોરણના દોઢ લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામા આવી તમને જણાવી દઈએ કે પહાડી રાજ્ય હિમાચલમાં જીવલેણ કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. 4 મેના રોજ રાજ્યમાં એક દિવસમાં સૌથી વધુ 3 હજાર 824 નવા કેસો સામે આવ્યા છે. સાથે સાથે પ્રદેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલાઓ 1 લાખ 10 હજાર 945 પર પહોંચ્યો છે. બીજી તરફ અહિંયા 24 કલાકની અંદર 48 લોકોના મોત નિપજ્યા છે. આ મામલે સ્વાસ્થ્ય સચિવેને નિપુણ જિંદાલે જણાવ્યું કે કોરોનાથી થયેલા 48 મોતો માંથી સૌથી વધુ 15 મોતો કાંગડામાં દાખલ કરવામાં આવી છે.
