દેશમાં કોરોનાના વધતા જતા કેસો માટે મોદી સરકારને જવાબદાર ઠેરવતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, તેના ઘમંડ અને અયોગ્યતાને કારણે ભારત કોરોનાના કેસોની દુનિયામાં નંબર વન બનવાની તરફ અનિચ્છનીય દોડમાં ઝડપથી આગળ વધી રહ્યું છે.
દેશમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. વર્લ્ડ મેટ્રોમીટર અને જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી, જે વિશ્વભરમાં કોરોના કેસ પર નજર રાખે છે, અનુસાર, ભારત કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં બ્રિટનને પાછળ છોડી ચોથા ક્રમે પહોંચી ગયું છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3 લાખને વટાવી ગઈ છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે ‘ભારત ખોટી રેસ જીતવા તરફ જોરશોરથી આગળ વધી રહ્યું છે. આ ભયાનક દુર્ઘટના એ ઘમંડી અને નાલાયકતાના ખતરનાક મિશ્રણનું પરિણામ છે. ‘ ટ્વિટની સાથે તેમણે કુલ કોરોના કેસોમાં ભારતને ચોથા ક્રમે દર્શાવતું વિઝ્યુઅલ ગ્રાફ પણ આપ્યો છે.
India is firmly on it's way to winning the wrong race.
A horrific tragedy, resulting from a lethal blend of arrogance and incompetence. pic.twitter.com/NB2OzXPGCX
— Rahul Gandhi (@RahulGandhi) June 12, 2020