કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં 21 દિવસોનું લોકડાઉન લાગૂં છે. લોકો વતન જવા માટે રસ્તા પર નીકળી પડ્યા છે. અહીં 38 વર્ષના એક વ્યક્તિની 200 કિલોમીટર પગપાળા ચાલ્યા પછી મૃત્યું થઇ ગયું છે. રણવીર નામનો આ વ્યક્તિ દિલ્હીની એક હોટલમાં કામ કરી રહ્યો હતો. હોટલ બંધ થઇ જવાના કારણ રણબીરે ચાલતો પોતાના ગામ જવાનો નિર્ણય લીધો હતો, પરંતુ રસ્તામાં જ તેમનું મોત થઈ ગયું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણવીર દિલ્હીથી પોતાના ગામડે જવા માટે ચાલતો નિકળ્યો હતો. આગ્રામાં સવારે પહોંચ્યા પછી તેમના છાતીમાં દુખાવો થયો. શનિવારે સવારે સાડા છ વાગે સિંકદરા પહોંચ્યા પછી તેનું મોત થઇ ગયું. તેના સંબધીઓ મોત પાછળનું કારણ ભૂખ અને તરસ ગણાવી રહ્યાં છે. જ્યારે સિકંદરા થાનાધ્યક્ષ કુલદીપ સિંહનું કહેવું છે કે, મોતનું કારણે હાર્ટ એટેક છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, સિંકંદરા વિસ્તારમાં કૈલાસ વિસ્તારમાં પહોંચતા જ રણબીરને બેચેની જવા લાગી. એવામાં રસ્તા પર તે બેસી ગયો હતો. આ વચ્ચે તેના બંને સાથી આગળ જઇ ચૂક્યા હતા. રણવીરે એક દુકાનદારને છાતીમાં દુખાવાની વાત કહી હતી. દુકાનદારે ઘરેથી ચા અને બિસ્કૂટ લાવીને ખવડાવ્યા હતા. જોકે, તે છતાં તેની તબિયતમાં વધારે બગડી હતી અને થોડી જ વારમાં તેનું મોત થઈ ગયું હતું. પાછળથી પોલીસની મદદથી ઘરવાળાઓને તેના સમાચાર આપવામાં આવ્યા હતા.