બેંગ્લુરૂમાં કોરોના સંક્રમણે માઝા મૂકી છે, જેમાં શહેરમાં ૩,૩૩૮ કોરોના સંક્રમિતો લાપતા થતાં ખળભળાટ મચી ગયો છે. લાપતા થયેલા બૃહત બેંગ્લુરૂ મહાનગરપાલિકાના કમિશનર એન મંજુનાથ પ્રસાદે જણાવ્યું હતું કે, અમે ઘણા પ્રયાસ કર્યાં છતાં લાપતા સંક્રમિતોને શોધી શક્યાં નથી. અમે પોલીસની મદદથી કેટલાક પોઝિટિવ દર્દીઓને શોધી કાઢયા છે તેમ છતાં હજુ ૩,૩૩૮ કોરોના દર્દીઓ લાપતા છે. તેમાંના કેટલાકે સેમ્પલ આપતા સમયે ખોટા મોબાઇલ ફોન નંબર આપ્યા છે તો કેટલાકે ખોટાં સરનામાં નોંધાવ્યાં છે. કોરોના ટેસ્ટના પોઝિટિવ રિઝલ્ટ આવ્યા પછી તેઓ લાપતા થઇ ગયા છે. અમે તેમની કોઇ એક્ટિવિટી ટ્રેક કરી શકતાં નથી. તેઓ જાતે ક્વોરન્ટાઇન થઇ ગયા છે કે કેમ તે અંગે પણ કોઇ જાણતું નથી.
