અમદાવાદમાં બેફામ વકરેલા કોરોનાએ હવે નેતાઓને પણ મુક્યા નથી. ગઈ કાલે કોંગ્રેસના નેતા ઈમરાન ખેડાવાલા બાદ આજ રોજ કોંગ્રેસના નેતા અને કોર્પોરેટર એવા બદ્દરુદીન શેખ અને તેમની પત્નોનીનો રિપોર્ટ પોઝેટીવ આવતા કોંગ્રેસમાં હાહાકાર મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ગુજરાતનું હોટ સ્પોટ બની ગયું છે અને હાલ હવે નેતાઓને પણ કોરોનાનો ચેપ લાગવા માંડ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝેટીવ આવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. હાલ અમદાવાદના કોટ વિસ્તારને સંપૂર્ણ પણે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે.