કોરોના વાયરસની દેહશત હવે રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી ગઇ છે. પ્રેસિડેટ એસ્ટેટમાં પોતાના પરિવાર સાથે રહેતી એક મહિલા Corona પોઝીટીવ હોવાનું સામે આવ્યું છે, જે બાદ સમગ્ર રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં હડકંપ મચી ગયો છે. તેનાથી પણ મોટી ચિંતાની વાત એ છે કે મહિલાનો પતિ રાષ્ટ્રપતિ ભવનમાં જ કામ કરતા અંડર સેક્રેટરી લેવલના એક આઇએએસ અધિકારીની ઑફિસમાં કામ કરતો હતો. તેને ધ્યાનમાં લેતા અધિકારીએ સાવચેતીના ભાગરૂપે પોતાને ક્વોરન્ટાઇન કર્યા છે.
Corona પોઝીટીવ મહિલાને સારવાર માટે આરએમએલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યારે તેના પતિ અને પરિવારના અન્ય સભ્યો ઉપરાંત પાડોશના અન્ય બે ઘરોમા રહેતા કુલ 11 લોકોને પણ હોમ ક્વોરન્ટાઇનમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં કામ કરતાં 100થી વધુ સફાઇકર્મી,માળી તથા દેખરેખ રાખતા અન્ય લોકો પણ આ દરમિયાન મહિલાના સંપર્કમાં આવ્યાં હતા. તેમને પણ સચેત રહેવા કહેવામાં આવ્યું છે. આ મામલો સામે આવ્યાં બાદ રાષ્ટ્રપતિ ભવનમાં પણ સતર્કતા વધારી દેવામાં આવી છે