ગુજરાતમાં પણ કોરોના (Covid-19) વકર્યો હોય તેમ રાજ્યમાં કોરોના પોઝિટિવ (Corona Positive) હોય તેવા 1144 કેસો નોંધાયા છે. જ્યારે સારવાર દરમિયાન વધુ 22 દર્દીઓનાં મૃત્યુ (Death of patients) થયાં છે. બુધવારે શહેરી વિસ્તાર (Urban area) માં નોંધાયેલા 534 કેસની સામે ગ્રામીણ વિસ્તાર (Rural area) માં 610 કેસ નોંધાયા છે.
શ્રમ વિભાગે તમામ ઔદ્યોગિક સંગઠનોને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે સ્થળાંતરિત શ્રમિકોનોને કામ પર રાખતા પહેલા કોવિડ-19ની તપાસ માલિકોએ સ્વખર્ચે (in surat owners have to get the covid-19 tests done of their workers) કરાવવી પડશે, જે સ્થળાંતરિત શ્રમિકોના એન્ટીબોડી ટેસ્ટ (anti-body test) નેગેટિવ આવે તેવા સ્થળાંતરિત શ્રમિકો (migrant labors) ને કામ રાખી શકશે. જો કોઇ સ્થળાંતરિત શ્રમિકોએ એન્ટીબોડી ટેસ્ટ નહીં કરાવ્યા હોય અથવા પોઝિટિવ આવ્યો હોય તેવા સ્થળાંતરિત શ્રમિકોને સાત દિવસ સુધી ક્વારેન્ટાઇનમાં રહેવુ પડશે.