ભારતમાં કોરોના વાયરસના કારણે આ દિવસોમાં લોકોની જિંદગી ખૂબજ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. દેશમાં કેટલીય જગ્યાઓ પર ઓક્સિજન અને બેડની અછત ઊભી થઈછે. ઓક્સિજનના અભાવે કેટલાય લોકોના મોત થઈ રહ્યા છે. એવામાં ટેક કંપનીઓ પણ મદદ માટે હાથ વધારી રહી છે. સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ પણ મદદ માટે જાહેરાત કરી છે. સેમસંગ મુજબ કંપની ભારતમાં કોરોના વાયરસથી લડવા માટે 37 કરોડ રૂપિયા ડોનેટ કરશે. કંપનીએ કહ્યું કે આ ફંડને કેન્દ્ર અને રાજ્ય સરકારોને આપવામાં આવશે. જેથી હેલ્થકેર સેક્ટર્સમાં જરૂરી મેડિકલ ઈક્વિપમેન્ટ ઉપલબ્ધ કરાવી શકે.સેમસંગે કહ્યું કે આ નિર્ણય કંપનીના ભારતના કેટલાય સ્ટેક હોલ્ડર્સ સાથે વાતચીત કર્યા પછી લીધો છે. એના માટે લોકલ એડમિનિસ્ટ્રેશન સાથે પણ સંપર્ક કરાયો છે. સેમસંગ પોતાની સિટિજનશીપ ઇનિશિએટિવ હેઠળ આ 5 મિલિયન ડોલર ફંડમાંથી 3 મિલિયન ડોલર કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુ સરકારને આપવાની જાહેરાત કરી છે. જ્યારે વધેલા 2 મિલિયન ડોલરની કિંમતના મેડિકલ સ્પાઈ પ્રોવાઈડ કરાવશે. એમાં 100 ઓક્સિજન કંસંટ્રેટર્સ, 3 હજાર ઓક્સિજન સિલિન્ડર, અને 10 લાખ લો ડેડ સ્પેસ સીરીંજ સામેલ છે. આ તમામ ઉત્તરપ્રદેશમાં અને તામિલનાડુમાં આપશે.સેમસંગ મુજબ લો ડેડ સ્પેસ સીરીંજના કારણે વેક્સિનના વપરાશમાં સારી રીતે ઓપ્ટિમાઈઝ કરી શકાશે. હાલની સીરિંજમાં યુઝ પછી પણ ઘણી માત્રામાં વેક્સિન બચેલી રહે છે. આ ટેકનોલોજીથી હાલની સીરીઝ કરતાં 20 ટકા વધારે ઉપયોગ મળશે. LDS સીરીજથી 1.2 મિલિયન ડોઝ આપી શકાશે. સેમસંગ કંપની પિપલ્સ ઇનિશિએટિવ હેઠળ તમામ 50 હજાર યોગ્ય કર્મચારીઓ અને બેનિફઇશરીઝ ને વેક્સિનેશન કવર કરશે. એમાં કર્મચારીઓ ઉપરાંત સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ સ્ટોર્સમાં કામ કરતા કર્મચારીઓને પણ કવર કરશે. ગત વર્ષે એપ્રિલમાં પણ ભારતમાં કોરોનાથી લડવા માટે 20 કરોડ રૂપિયા ડોનેટ કર્યા હતા. એમાં કેન્દ્ર સરકાર સહિત નોએડા લોકલ એડમિનિસ્ટ્રેશન શામેલ હતા. જ્યાં કંપનીએ પીપીઈ કીટ અને માસ્ક ડોનેટ કર્યા હતા.
