મહીસાગર જિલ્લામાં લુણાવાડામાં આવેલા મધવાસ ગામનું સ્મશાન બંધ કરવામાં આવ્યુ. મહીસાગર નદીના કાંઠા પર આવેલુ આધુનિક સ્મશાન ગૃહ કોરોનાને લઈ બંધ કરી દેવામાં આવ્યું છે. કોરોનાથી મોતને ભેટેલા વ્યક્તિઓની અંતિમક્રિયા પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકો માટે પડતામાં પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે. ૧૦૦થી વધુ ગામોના પાટીદાર સમાજ અને અન્ય સમાજના લોકો પણ પોતાના સ્વજનોનો અગ્નિદાહ કરવા આવે છે. જેથી આ નિર્ણય કરાયો હોવાની ચર્ચા છે.
