કોરોના વાયરસના મધ્ય પ્રદેશના જબલપુરમાંથી કોરોના વાયરસના ચાર પોઝિટીવ કેસો અચાનક સામે આવતા ભારે હોબાળો મચી ગયો છે. મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી એક પણ કેસ બન્યો હતો, પરંતુ એકસાથે ચાર કેસો સામે આવતા રાજ્ય તંત્ર યુદ્ધના ધોરણે તૈયારીમાં લાગી ગયુ છે.
માહિતી મુજબ ચારે દર્દીઓ જર્મની અને દુબઇથી સ્વદેશ આવ્યા હતા. જેમના કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે.
નોંધનીય છે કે મધ્ય પ્રદેશ સરકારે આ બીમારીને રોકવા માટે યથાગ પ્રયત્ન કરી રહી છે. રાજ્યમાં કોરોના વાયરસને સંપૂર્ણ રાજ્ય માટે ચેપી રોગ જાહેર કરવામાં આવ્યો છે. આ માટે રાજ્યના સ્વાસ્થ મંત્રાલયે રાજ્યવ્યાપી સૂચના જાહેર કરી હતી. જે મુજબ મધ્ય પ્રદેશ પબ્લિક હેલ્થ એક્ટ 1949ની દારા 50 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
કોરોનાની દેશવ્યાપી અસર જોઇએ તો સમગ્રે દેશમાં લોકડાઉનની સ્થિતિ ઉભી થઇ છે. આ ચેપી બીમારીમાં અત્યાર સુધી ચાર લોકોના મોત થયા છે, જેના પગલે રાજ્યોમાં મહામારી રોકવા અર્થે અનેક પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ભારતમાં ગુરુવાર રાત સુધી કોરોના વાયરસના આશરે 173 પોઝિટીવ કેસો હતા, જ્યારે શુક્રવાર સાંજ સુધી જ આ આંકડો વધીને 223 થયો હતો. આ આંકડાકીય માહિતીનું માનીએ તો માત્ર 24 કલાકથી પણ ઓછા સમયમાં દેશભરમાંથી 50 લોકો કોરોના વાયરસના ભરડામાં આવી ગયા છે.
ઘાતક કોરોના વાયરસના લીધે દુનિયાભરમાં અત્યાર સુધી 10,000થી વધારે લોકો માર્યા ગયા છે.