જીનીવા: દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલ કોરોનાનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટ હવે ધીમે ધીમે વિશ્વના અન્ય દેશોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. શુક્રવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે કોરોનાનો આ નવો પ્રકાર 38 દેશોમાં ફેલાઈ ગયો છે. જો કે, કોઈ મૃત્યુના અહેવાલ નથી. યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં પણ આ પ્રકારના કેટલાક કેસ નોંધાયા છે. તમને જણાવી દઈએ કે આ નવા વેરિઅન્ટ અંગેની જાણકારી મળ્યાના લગભગ બે અઠવાડિયા થઈ ગયા છે.
ઓમિક્રોનના સંબંધમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું છે કે વેરિઅન્ટ કેટલો ચેપી છે તે નક્કી કરવામાં કેટલાક અઠવાડિયા લાગી શકે છે. તે ઉપરાંત WHOએ જણાવ્યું કે, શું તે વધુ ગંભીર રોગનું કારણ બની શકે છે અને તેની સામે કેટલી અસરકારક સારવાર અને રસીઓ છે? તે અંગની તપાસ પણ આગામી દિવસોમાં થશે. WHOએ ચેતવણી આપી છે કે ઓમિક્રોન આવતા કેટલાક મહિનામાં યુરોપના અડધાથી વધુ કોરોનાવાયરસ કેસોનું કારણ બની શકે છે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ડાયરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જીવાએ શુક્રવારે જણાવ્યું હતું કે ડેલ્ટા સ્ટ્રેઇનની જેમ નવું વેરિઅન્ટ વૈશ્વિક અર્થતંત્રની રિકવરીને પણ ધીમી કરી શકે છે. તમને જણાવી દઈએ કે 24 નવેમ્બરે સાઉથ આફ્રિકાના પ્રારંભિક અભ્યાસમાં સંશોધકોએ આ નવા વેરિએન્ટ વિશે જણાવ્યું હતું.