ઈસ. 1897માં પ્લેગની બિમારી વખતે બ્રિટિશ શાસન વખતે મહામારી અધિનિયમની કરવામાં આવી હતી. જે અનુસાર કલમ 188 હેઠળ આદેશનો અમલ ન કરનારને મહત્તમ 6 મહિનાની જેલની જોગવાઈ છે, શૂટ એટ સાઈટનો ઓર્ડર નથી.
મંગળવારે રાત્રે વડાપ્રધાન મોદી એ કોરોના સામે લડવાના ભાગરૂપે સમગ્ર દેશમાં 21 દિવસનો લોકડાઉન જાહેર કરી દીધો છે. જોકે એ પછી પણ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં લોકો સ્વેચ્છાએ ઘરમાં ણા રહેતા ભાર ફરતા જોવા મળી રહ્યા છે. આથી પ્રશાસનને કડક પગલાં લેવાની જરૂર ઊભી થઈ રહી છે.
ચેપી રોગચાળા વિશેનો કાયદો બ્રિટિશ શાસન દરમિયાન વર્ષ 1897માં બન્યો હતો. જેમાં કલમ 188 અંતર્ગત પોલીસને કેટલીક સત્તા આપવામાં આવી છે. મહામારી રોગ અધિનિયમ 1897ની કલમ 188 અંતર્ગત આદેશોનું ઉલ્લંઘન કરનારાં સામે કાર્યવાહી થઈ શકે છે. જે અનુસાર લોકડાઉનના નિયમોનો ભંગ કરવા બદલ 1 મહિનાની જેલની સજા થઈ શકે છે. લોકડાઉનના નિયમોનો ભંગ કરવાથી જાહેર સ્વાસ્થ્ય અને જાહેર શિસ્તનો ભંગ થતો જણાય તો 6 મહિનાની જેલની સજા પણ થઈ શકે છે.