દેશના પ્રથમ કોરોનાવાયરસ દર્દીની સ્થિતિમાં સંપૂર્ણ સુધારો થયો છે. રિપોર્ટ અનુસાર,દર્દીને જલ્દીથી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. જાન્યુઆરીમાં માહિતી મળી હતી કે, વુહાન યુનિવર્સિટીથી પરત આવેલા વિદ્યાર્થીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ 30 જાન્યુઆરીમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરીને અલગ રાખવામાં આવી હતી
એક રિપોર્ટ અનુસાર સ્ટૂડેન્ટના પાંચ સેમ્પલ પણ નેગેટિવ આવ્યા હતાં અને ત્રિશૂર મેડિકલ કોલેજ હોસ્પિટલના ડોકટરો બીજા રિઝલ્ટની રાહ જોઇ રહ્યા છે. ત્યાર બાદ તે ઘરે જઈ શકે છે.
કેરળમાં કોરોના વાયરસના ત્રણ કેસ પ્રકાશમાં આવ્યા બાદ રાજ્યની એલડીએફ સરકારે આ મહામારીને ‘રાજ્ય આપત્તિ’ જાહેર કરી દીધી હતી. જોકે, થોડા દિવસો બાદ તેને પરત ખેચવામાં આવ્યું હતું. HTની રિપોર્ટમાં ત્રિશૂર મેડિકલ કોલેજ હોસ્પિટલના એક સીનિયર ડોક્ટરે કહ્યું હતું કે, તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે. ડબલ ખાતરી કરવા માટે, અમે બીજા રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છીએ. જે બાદ તે ઘરે જઈ શકે છે અને તેને બે અઠવાડિયા માટે અલગ રાખવામાં આવી શકે છે. કેરળમાં સાવચેતીના ભાગ રૂપે આશરે 3 હજાર લોકો પર નજર રાખવામાં આવી રહી છે.