કોરોના વાયરસ અત્યાર સુધીમાં આશરે 6 લાખ લોકોનો ભોગ લઈ ચુક્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે Corona વાયરસના લક્ષણ સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોય છે જેના કારણે તેના દર્દીને તેને ઓળખી શકતો નથી.આ જ કારણે લોકો ઝડપથી તેની ઝપેટમાં આવી રહ્યાં છે. જો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને અત્યાર સુધી તેના જે લક્ષણ જણાવ્યાં છે તેના દ્વારા તમે દર્દીમાં આ જીવલેણ લક્ષણની ઓળખ કરી શકો છો.
- Corona વાયરસની ઝપેટમાં આવ્યા બાદ પ્રથમ 5 દિવસોમાં વ્યક્તિને સૂકી ખાંસી આવવાની શરૂઆત થાય છે અને ફેફસામાં ઝડપથી કફ જમા થવાનું શરૂ થઇ જાય છે.
- દર્દીને ઝડપથી તાવ ચડવા લાગે છે અને તેના શરીરનું તાપમાન વધી જાય છે. અત્યાર સુધી અનેક હેલ્થ એક્સપર્ટ્સ Corona વાયરસમાં તાવ આવવાનો દાવો કરી ચુક્યા છે.
- Corona વાયરસનો શિકાર બન્યા બાદ પ્રતમ 5 દિવસોમાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. વધુ ઉંમરના રોગીઓમાં શ્વાસ ચડવાની સમસ્યા વધુ જોવા મળી છે.
- અનેક કેસોમાં Corona વાયરસ પીડિતને શરીરમાં દુખાવાની સમસ્યા પણ જોવા મળી છે. આ વાયરસની ઝપેટમાં આવ્યા બાદ શરીરના સાંધામાં ખૂબ જ દુખાવો થાય છે.
- માંસ પેશીઓમાં દુખાવાની સાથે સાતે શરીર તૂટવા લાગે છે અને થાક પણ લાગે છે. આ ઉપરાંત અનેક રોગીઓએ જણાવ્યું કે આ બિમારીના કારણે તેમને ગળામાં વધુ દુખાવો થાય છે. આ દુખાવો એટલો વધુ હોય છે કે ગળામાં સોજો પણ આવી જાય છે.
- Corona વાયરસના રોગીઓના નાકમાંથી હંમેશા પાણી વહે છે. જે બિલકુલ સીઝનલ ફ્લૂ અથવા શરદી જેવા લક્ષણ છે.
- Corona વાયરસના અનેક રોગીઓએ તેવો પણ દાવો કર્યો છે કે આ બિમારીની ઝપેટમાં આવ્યા બાદ તેમની જીભ સ્વાદ ઓળખવાની શક્તિ ગુમાવી બેઠી છે.
- ચીન અને અમેરિકામાં સામે આવેલા અનેક રોગીઓને કાનમાં દબાણ અનુભવવાની પણ સમસ્યા હતી. તેમણે જણાવ્યું કે Corona વાયરસથી પીડિત રહેતા તેમણે કાનમાં દબાણ જેવું કંઇક અનુભવ્યું