એક નવા અભ્યાકમાં આ વાતની પુષ્ટિ પણ કરવામાં આવી છે. ચીન અને અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક અભ્યાસમાં મેળવ્યું કે કોરોનાના ઇલાજ બાદ હોસ્પિટલમાંથી રજા મળી જનાર 14.5 ટકા લોકોને ફરીથી કોરોના પોઝિટિવ આવ્યો છે. આ પહેલા માર્ચમાં થયેલા એક અભ્યાસમાં એવા દર્દીની સંખ્યા આશરે ત્રણ ટકા સામે આવી હતી.
માર્ચમાં, ચીનના વુહાન શહેરમાં સ્થિત ટોંગજી હોસ્પિટલની ટીમે પણ આ સંદર્ભમાં અભ્યાસ કર્યો હતો. આ અધ્યયન મુજબ, હોસ્પિટલમાં રજા બાદ પણ ત્રણ ટકા દર્દીઓમાં કોરોના ચેપ જોવા મળ્યો હતો, પરંતુ ચીન અને યુ.એસ.ના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે 14.5 ટકા લોકોને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ફરીથી ચેપ લાગ્યો હતો.
આ અધ્યયનમાં, આશરે 14 ટકા કેસોમાં જાણવા મળ્યું છે કે, આ જીવલેણ કોરોના વાયરસમાંથી બે અઠવાડિયા પછી, લોકોને ફરીથી ચેપ લાગ્યો હતો. કેટલાક વૈજ્ઞાનિકો અનુસાર, એકવાર ચેપ લાગ્યા બાદ માનવ શરીર વાયરસ સામે લડવાની રોગ પ્રતિકારક ક્ષમતા વિક્સિત કરી લે છે.