ભારતમાં કોરોનાનો કહેર યથાવત છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 540 નવા કેસ નોંધાયા છે અને 17 લોકોનાં મોત નીપજ્યાં છે. મંત્રાલયનાં જણાવ્યા અનુસાર હવે ભારતમાં કોરોના વાયરસનાં કેસોની સંખ્યા વધીને 5,734 થઈ ગઈ છે. અહીં 5095 સક્રિય કેસ છે, જ્યારે 473 લોકો સાજા થઇ ચુક્યા છે/રજા આપી છે અને કુલ 166 લોકો મૃત્યુ પામ્યા છે.
દેશમાં મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડું, દિલ્હી અને તેલંગાણામાં કોરોના વાયરસનાં સૌથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 1,135 કેસ નોંધાયા હતા, જેમાં 72 લોકોનાં મોત નીપજ્યાં હતાં. કેરળમાં 345 ચેપગ્રસ્ત દર્દીઓ છે અને ત્યાં 2 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી, તમિળનાડુમાં કોરોના વાયરસનાં 738 કેસ છે અને 8 લોકોનાં મોત થયા છે. આ સિવાય તેલંગાણાથી અત્યાર સુધીમાં 427 કેસ નોંધાયા છે, જ્યારે 7 લોકોનાં મોત નીપજ્યાં છે.
રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનાં કેસોની સંખ્યા 669 પર પહોંચી ગઈ છે. બુધવારે, 93 નવા કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજસ્થાનમાં 40 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 383 થઈ ગઈ છે. પુણેમાં વધુ બે લોકોનાં મોત નીપજ્યાં છે. અહીં કોરોનાથી મૃત્યુઆંક વધીને 18 થઈ ગયો છે, જેમાં બુધવારે 10 લોકોનાં મોત નીપજ્યાં છે.