કોરોનાના કારણે આખી દુનિયા ખૌફમાં છે. જ્યારે ભારતમાં દંપતીઓ મૌજ કરી રહ્યાં હોય તેવું દેખાઈ રહ્યું છે. લોકડાઉન થયા બાદ હવે એક ચીજનું વેચાણ સૌથી વધારે વધ્યું છે. દેશમાં લોકડાઉન દરમિયાન કોન્ડોમનું વેચાણ વધી ગયું છે. અનેક પરિણીત દંપતીઓ અને પ્રેમી-પ્રેમિકાઓ જે સાથે છે લોકડાઉન થઈ ગયા છે. તેઓ યા તો મેડિકલ સ્ટોરથી કોન્ડોમ ખરીદી રહ્યા છે. કરશે પણ શું? સિનેમા હોલ, બજાર. મો બધું જ બંધ છે.
મુશ્કેલી એ છે કે હવે મેડિકલ સ્ટોર્સ પર કોન્ડોમની કમી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોન્ડોમનાં વેચાણમાં 25થી 50 ટકા સુધીનો વધારો છે. આમાં કોન્ડોમનાં મોટા પેકેટ વધારે ખરીદવામાં આવી રહ્યા છે. મેડિકલ સ્ટોર્સવાળાઓનું માનીએ તો પહેલા નાના પેકેટ વેચાતા હતા, પરંતુ લોકડાઉનનાં કારણે મોટા પેકેટ વેચાઈ રહ્યા છે. આમ તો નવા વર્ષ પર આનું વેચાણ વધતુ હતુ, પરંતુ આ વખતે લોકડાઉને કોન્ડોમની માંગ વધારી દીધી છે.
કેટલાક મેડિકલ સ્ટોર્સે કોન્ડોમનાં સ્ટોકને 30 ટકા સુધી વધારી દીધો છે. દેશમાં લોકડાઉન છે જેનાથી લોકો ઘરોથી બહાર નથી નીકળી રહ્યા. ફક્ત જરૂરિયાતોની ચીજો માટે જ લોકો ઘરેથી બહાર નીકળી રહ્યા છે. આમાં રાશન, શાકભાજી, દવાઓ સહિત અન્ય જરૂરી ચીજો સામેલ છે. લોકડાઉનમાં લોકો પાસે ઘણો સમય છે. નવા પરિણીત દંપતીઓ માટે લોકડાઉન એક સોનેરી સમય છે. અથવા એ લોકો માટે પણ ફાયદાકારક છે જે દંપતી કામનાં કારણે એક-બીજાને સમય નહોતુ આપી શકતુ, અથવા શારીરિક સંબંધોને પ્રાથમિકતા નહોતા આપી શકતા. હવે તેમની પાસે સંપૂર્ણ સમય છે.