દેશમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, આ દરમિયાન આરોગ્ય મંત્રાલયએ એક રાહતનાં સમાચાર આપ્યા છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે ગભરાવાની જરૂર નથી, કેમ કે આ સમયે દેશમાં 82 ટકા લોકો કોરોનાથી ઉગરી ચુક્યા છે, અને લગભગ 16.25 ટકા કેસ એટલે કે 28,13,658 કેસ અત્યાર સુધી એક્ટિવ કેસની કેટેગરીમાં છે, જેનાં પર નજર રાખવામાં આવી રહી છે, આરોગ્ય મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત, અને તમિલનાડુમાં હાલ એક લાખથી વધુ એક્ટિવ કેસ છે, પરંતું અહીં પણ ધીરે-ધીરે સુધારો થતો જોવા મળી રહ્યો છે.મંત્રાલય દ્વારા સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કોવિડ-19 દર્દીઓને કહ્યું કે ઘણા લોકો ભયનાં કારણે હોસ્પિટલોનાં બેડ પર કબજો જમાવી રહ્યા છે, સરકારે કોવિડ-19 દર્દીઓ દ્વારા જીવન રક્ષક ગેસની અછતનો સામનો કરવા દરમિયાન કહ્યું કે ભારત પાસે પુરતો મેડિકલ ઓક્સિજન ઉપલબ્ધ છે, પડકાર તેને હોસ્પિટલ પહોંચાડવાની છે. સરકારે લોકોને અપિલ કરી છે કે કોવિડ-19ની હાલની પરિસ્થીતીથી ગભરાશો નહીં, અકારણ ગભરાવાથી લાભનાં બદલે નુકસાન વધુ થાય છે.ત્યાં જ એમ્સનાં ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે, કોરોનાનાં નવા કેસની સંખ્યામાં ઘટાડો લાવવાની થશે અને હોસ્પિટલનાં સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરવાની થશે. ઓક્સિજનનો યોગ્ય તર્કપુર્ણ અને ન્યાયસંગતનો ઉપયોગ ખુબ જ જરૂરી છે. વર્તમાનમાં બિનજરૂરી ઉહાપોહની સ્થિતી પેદા થઇ ગઇ છે. ત્યાં જ ગૃહ મંત્રાલયનાં અધિક સચિવે જણાવ્યું કે ભારત ઓક્સિજનની અછતને પુરી કરવા માટે વિદેશોથી પણ ટેન્કર મંગાવી રહ્યું છે. આ ટેન્કર્સનું ટ્રાન્સપોર્ટેશન સૌથી મોટો પડકાર છે, અમે ઓક્સિજન ટેન્કર્સની મોનિટરિંગ કરી રહ્યા છે.
