ડેયરી મિલ્ક ચોકલેટ તો તમે ખાધી જ હશે, સીબીઆઈએ આ ચોકલેટ બનાવતી કંપની કૈડબરી વિરુદ્ધ 240 કરોડના ફ્રોડનો મામલો નોંધ્યો છે. કૈડબરી ઈંડિયા પ્રાઈવેટ લિમિટેડ 2010થી સમગ્રપણે અમેરિકી સ્નૈક્સ કંપની મોન્ડલીઝની છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર કૈડબરીએ ભ્રષ્ટાચાર કર્યો છે. કંપનીએ ક્ષેત્ર આધારિત મળતા ટેક્સ છૂટના નિયમોનો ખોટી રીતે ઉપયોગ કરીને ટેક્સમાં ચોરી કરી છે.સીબીઆઈએ સોલન, બદ્દી, પિંજોર અને મુંબઈના દશ ઠેકાણા પર દરોડા પાડી આ કાર્યવાહીને પાર પાડી છે. કંપનીએ સેન્ટ્રલ એક્સાઈઝના અધિકારીઓની સાથે મળીને સરકારને ટેક્સના ભાગરૂપને 241 કરોડનો ચૂનો લગાવ્યો છે. અનિયમિતતાનો આ મામલો 2009-2011ની વચ્ચેનો હોવાનું કહેવાય છે. શરૂઆતી તપાસ બાદ સીબીઆઈએ ફરિયાદ નોંધી લીધી છે. પોતાની ફરિયાદમાં સીબીઆઈએ કેટલાય પ્રકારના ગંભીર ગુના કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે.આ મામલે સીબીઆઈએ 12 લોકોની ધરપકડ પણ કરી લીધી છે.
