CBIના ચીફ આલોક વર્મા સામેની તપાસમાં સીવીસીને કશું વાંધાજનક મળી આવ્યું ન હોવાનું જાણવા મળી રહ્યું છે. આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ સબમીટ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે બે સપ્તાહમાં આલોક વર્મા વિરુદ્વની તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સબમીટ કરવા માટેની મહેતલ આપી હતી. આલોક વર્માને પણ રાકેસ અસ્થાના સાથે રજા પર ઉતારી દેવામા આવ્યા છે. આલોક વર્માની સીવીસીએ બે કલાક તરતપાસ કરી હતી. સૂત્રો જણાવી રહ્યા છે કે આલોક વર્મા વિરુદ્વ સીવીસીને કોઈ મજબૂત પુરાવા મળી આવ્યા નથી.
આખાય કેસમાં રાકેશ અસ્થાના દ્વારા આલોક વર્મા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા અને કેબિનેટ સચિવ સહિત સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. રાકેશ અસ્થાના ઉપરાંત ખુદ આલોક વર્માએ પોતાને રજા પર ઉતારી દેવાના મોદી સરકારના નિર્ણયની વિરુદ્વ કોર્ટમાં પીટીશન કરી રજા પર ઉતારી દેવાના આદેશને પડકાર્યો હતો.
આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને કેન્દ્ર સરકારે રજા પર ઉતારી દીધા છે. સીબીઆઈના અધિકારીઓએ કહ્યું કે અસ્થાનાએ સીવીસીના ચૌધરી સમક્ષ પોતાની જૂબાની નોંધાવી હતી. મહત્વના કેસોની તપાસ કરી રહેલા સીબીઆઈના અધિકારીઓની સીવીસીએ પૂછપરછ કરવામાં આવી હતી. આ તમામ અધિકારીઓના નામે રાકેશ અસ્થાનાએ કરેલી આલોક વર્મા વિરુદ્વની ફરીયાદમાં બહાર આવ્યા હતા.
અધિકારીઓએ કહ્યું કે સીબીઆઈના ઈન્સપેક્ટરથી લઈ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ડ સુધીના અધિકારીઓની તપાસ કરવામાં આવી હતી. સીબીઆઈ દ્વારા હાલ મોઈન કુરૈશી લાંચ પ્રકરણ, પૂર્વ રેલ મંત્રી લાલુપ્રસાદ યાદવ સાથે સંકળાયેલા આઈઆરસીટીસી કૌભાંડ અને પશુઓની તસ્કરીના કેસોની તપાસ કરવામાં આવી રહી છે.
સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા હતા કે આલોક વર્મા પર મૂકવામાં આવેલા આરોપોની તપાસ સીવીસીનિ નિગરાની હેઠળ રિટાયર્ડ જજ પાસે કરવામાં આવે. વર્માએ સુપ્રીમ કોર્ટમાં સરકાર દ્વારા તેમને રજા પર ઉતારી દેવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. આ કેસમાં દેવેન્દ્રકુમારનું નામ પણ બહાર આવ્યું હતું. દેવેન્દ્રકુમાર હાલ સીબીઆઈની હિરાસતમાં છે.
સીબીઆઈએ હૈદ્રબાદના વેપારી સના સતીષ બાબુ પાસેથી બે કરોડ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવા અંગે રાકેશ અસ્થાના વિરુદ્વ કેસ દાખલ કર્યો હતો. મોઈન કુરૈશીની તપાસને અટકાવી દેવા માટે વચેટીયા તરીકે મનોજ પ્રસાદ અને સોમેસ પ્રસાદનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એફઆઈઆર દાખલ થતાં અસ્થાનાએ કેન્દ્રીય કેબિનેટ સચિવને આલોક વર્મા સહિતના અધિકારીઓ વિરુદ્વ ફરીયાદ કરી હતી.