સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC)એ આજે સુપ્રીમ કોર્ટમાં આલોક વર્મા અને રાકેશ અસ્થાના અંગેનો તપાસ રિપોર્ટ સબમીટ કરી દીધો છે. બંધ કવરમાં રિપોર્ટ આપવામાં આવ્યો છે. આલોક વર્મા વિરુદ્વ રાકેશ અસ્થાનાએ ભ્રષ્ટાચારના આરોપ અંગેની તપાસ માંગી હતી. 26મી ઓક્ટોબરે કોર્ટે બે સપ્તાહમાં રિપોર્ટ આપવાની ડેટલાઈન આપી હતી. હવે વધુ સુનાવણી શુક્રવારે કરવામાં આવશે.
કોર્ટે આ કેસ અંગે શુક્રવારે સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે. એક દિવસ મોડો રિપોર્ટ સબમીટ કરવા બદલ CVCને ઠપકો આપ્યો હતો. કોર્ટ કહ્યું કે રિપોર્ટ સબમીટ કરવા માટે રવિવારે પણ રજિસ્ટ્રી ખુલ્લી રાખવામાં આવી હતી, છતાં પણ એક દિવસ વિલંબથી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.
આલોક વર્મા પર લાગેલા આરોપ અંગે સુપ્રીમ કોર્ટ રિટાયર્ડ જજ એ.કે.પટનાયકની નિગરાની હેઠળ તપાસ કરવાનું ફરમાન કર્યું હતું.
સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં કહ્યું કે આલોક વર્મા પર લાગેલા આરોપ અંગે CVC પૂછપરછ કરી રહી છે. રાકેશ અસ્થાનાએ કેબિનેટ સચિવને કરેલી ફરીયાદના અનુસંધાને તપાસ કરવામાં આવી રહી છે.
CVC દ્વારા સીબીઆઈના વડા આલોક વર્માની પૂછપરછ કરવામાં આવી હતી. CVCના કમિશનર કે.વી.ચૌધરી દ્વારા આલોક વર્મા સામેના આક્ષેપોની તપાસ કરાય છે. સૂત્રો મુજબ સતીષ સનાને પણ CVC દ્વારા ક્રોસ એક્ઝામીન કરવામાં આવ્યો હતો. ખાસ કરીને સતીષ સનાએ રાકેશ અસ્થાના વિરુદ્વ કરેલી ફરીયાદ અંગે લાંબી પૂછપરછ કરવામાં આવી હતી.
સૂત્રો મુજબ આલોક વર્મા અને રાકેશ અસ્થાના એમ બન્ને CVC સમક્ષ હાજર રહ્યા હતા. એક કલાક કરતાં પણ લાંબા સમય સુધી બન્નેની તપા કરાઈ હતી. વર્માએ પોતાના ડેપ્યુટી અસ્થાના દ્વારા લગાવાયેલા તમામ આરોપોને ફગાવ્યા હતા.
દિલ્હી હોઈકોર્ટે રાકેશ અસ્થાના કેસમાં 14મી સુધી સ્ટેટક્વો જાળવી રાખવાનો આદેશ કર્યો છે અને લાંચ કેસમાં અસ્થાના વિરુદ્વ કોઈ પ્રકારની કાર્યવાહી કરવા પર મનાઈ ફરમાવેલી છે.