ચક્રાવાત તોફાન ‘ફાની’ને લઇને હવામાન વિભાગે દેશ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે વડાપ્રધાન મોદીએ આ મુદ્દે હાઇ-લેવલ મીટિંગ બોલાવી છે. આ બેઠકમાં ઝડપથી આગળ વધી રહેલા ખતરાની સમીક્ષા બાદ વડાપ્રધાન મોદીએ સિનિયર અધિકારીઓને નિર્દેશ કર્યો છે કે તેઓ અસરગ્રસ્ત રાજ્યોના અધિકારીઓ સાથે સંપર્ક રાખે અને જરૂરિયાત મુજબ રાહત અને બચાવ કામગીરી માટે યોગ્ય પગલાં ભરે.
આ તોફાનના કારણે સમુદ્રમાં દોઢ મીટરથી ઊંચી લહેરો આવી શકે છે. જ્યારે પુરી, ખરોધા, કટક અને જગતસિંહપુર જિલ્લામાં મુશળધાર વરસાદ અને 175 થી 200 કિલોમીટરથી વધારે ઝડપથી પવન સાથે તોફાન આવવાનું પૂર્વાનુમાન છે. ઓડિશા સિવાય આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ આ તોફાનની અસર થવાની શક્યતા છે.