નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓનું DA 11 ટકા વધારીને 28 ટકા કરવા મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓ ખુશ છે પરંતુ તેમને DAમાં વૃદ્ધિનો લાભ એક સાથે મળશે નહીં.
કારણ કે સરકારે DAની ચૂકવણી એક સાથે કરવાના બદલે ત્રણ તબક્કામાં કરવાનો નિર્ણય લીધો છે. એવામા જે કર્મચારી સપ્ટેમ્બરમાં વધેલા DA અને એરિયરની સાથે સપ્ટેમ્બરમાં બમ્પર સેલેરીની આશા રાખી રહ્યા છે, તેમને મોટો ઝટકો લાગશે.
જાણો કેટલી આવશે DA
7માં પગારપંચ હેઠળ પગાર ગણતરી માટે માની લો કે એક કર્મચારીની બેઝિક સેલેરી 20,000 રૂપિયા છે. હવે DA વધેલુ 28 ટકા મળશે તો તેને 2200 રૂપિયા પહેલા કરતા વધારે મલશે. અગાઉ 17 ટકાથા દરે DA મળી રહ્યુ હતુ જે હવે 11 ટકા વધીને 28 ટકા થઇ ગયુ છે.
ક્લાસ-1 અધિકારીઓનું DA એરિયર 11,880 રૂપિયાથી લઇને 37,554 રૂપિયાની વચ્ચે રહેશે. તેમણે કહ્યુ કે જો લેવલ-13 એટલે કે 7માં CPC મૂળ પગારધોરણ 1,23,100 રૂપિયા થી 2,15,900 રૂપિયા કે લેવલ-14નું પગારધોરણ માટે ગણતરી કરાયે તો કેન્દ્રસરકારના એક કર્મચારીનું DA બાકી 1,44,200 રૂપિયાથી 2,18,200 રૂપિયાની વચ્ચે રહેશે. હવે કર્મચારીઓને એક સાથે એરિયર મળવાના બદલે ત્રણ હપ્તામાં મળશે.