CORONA ની બીજી લહેર વચ્ચે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે, તે વિદેશી વેક્સિનને ભારતમાં મંજૂરી તો આપશે પરંતુ પોતે તેની આયાત નહીં કરે. વિદેશી વેક્સિનની આયાતનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર વિદેશી વેક્સિનોની આયાત કરવાને બદલે સ્થાનિક વેક્સિન મેન્યુફેક્ચરર સીરમ અને ભારત બાયોટેક પાસેથી વેક્સિન ખરીદી તેમને પ્રોત્સાહન આપવાનું કામ કરશે.સરકારે આ મહિને જ બંને કંપનીઓને એડવાન્સ ચૂકવણી પણ કરી હતી. કોરોનાની બીજી લહેરને કારણે સ્થિતિ બગડતા મોદી સરકારે ફાઈઝર, મૉડર્ના અને જૉનસન એન્ડ જૉનસનને પોતાની વેક્સિન ભારતમાં વેચવા મુદ્દે અરજી કરવા કહ્યું હતું. આ સાથે જ વિદેશી વેક્સિનો માટે ભારતે નિયમોમાં છૂટ આપવાની જાહેરાત પણ કરી છે.
દેશમાં કોરોનાની અનિયંત્રિત બીજી લહેર વચ્ચે આરોગ્ય મંત્રાલયએ જણાવ્યું છે, કે અત્યાર સુધી વેક્સિનનાં 14.19 કરોડ ડોઝ આપવામાં આવી ચુક્યા છે, મંત્રાલયે જણાવ્યું છે કે, દેશમાં આ સમયે એક લાખ અધિક એક્ટિવ કેસવાળા રાજ્યો છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, ગુજરાત, અને તમિલનાડુ. ત્યાં જ એમ્સનાં ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે, અમે કોરોનાનાં નવા કેસની સંખ્યામાં ઘટાડો લાવવાની થશે અને હોસ્પિટલનાં સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરવાની થશે, ઓક્સિજનનો યોગ્ય તર્કપુર્ણ અને ન્યાયસંગતનો ઉપયોગ ખુબ જ જરૂરી છે. વર્તમાનમાં બિનજરૂરી ઉહાપોહની સ્થિતી પેદા થઇ ગઇ છે. ત્યાં જ ગૃહ મંત્રાલયનાં અધિક સચિવે જણાવ્યું કે ભારત ઓક્સિજનની અછતને પુરી કરવા માટે વિદેશોથી પણ ટેન્કર મંગાવી રહ્યું છે, આ ટેન્કર્સનું ટ્રાન્સપોર્ટેશન સૌથી મોટો પડકાર છે. અમે ઓક્સિજન ટેન્કર્સની મોનિટરિંગ કરી રહ્યા છે. અઢાર વર્ષથી વધારે વયના લોકોના રસીકરણ અભિયાનનો એક મેથી પ્રારંભ થવાનો છે પણ દેશના ચાર રાજ્યોએ અત્યારથી જ આ અભિયાન શરુ થઈ શકે તેમ નહીં હોવાનુ જણાવી દીધું છે.