દેશની રાજધાની દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આતંકવાદી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. વાસ્તવરમાં શુક્રવારે વહેલી સવારે એરપોર્ટના ટર્મિનલ 3 પર શંકાસ્પદ બેંગમાંથી દિલ્હી પોલીસને જંગી જથ્થામાં RDX મળી આવ્યો છે. આતંકવાદી હુમલાની દહેશત વચ્ચે એરપોર્ટને ઉડાવવાનું મોટુ ષડયંત્ર હતું, જેને નાકામ કરવામાં આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, મોડી રાત્રે અંદાજે 1 વાગ્યે એરપોર્ટના ટર્મિનલ 3 પર પોલીસને એક શંકાસ્પદ બેગની જાણકારી મળી હતી. જે બાદ પોલીસે બેગ પોતાના કબ્જામાં લીધી અને તપાસ હાથ ધરી હતી. આ માટે ઘટના સ્થળે ATS અને ડૉગ સ્ક્વોડમાં પણ બોલાવવામાં આવ્યા હતા. અંદાજે 3-4 કલાક ચાલેલા ઓપરેશન બાદ રિપોર્ટમાં સામે આવ્યું કે, તે શંકાસ્પદ બેગમાંથી ભારે માત્રામાં RDX મળ્યો છે.