નવા મોટર વ્હીકલ એક્ટ (New Motor Vehicle Act) લાગુ થયા બાદ ભારે દંડ ભરવાની ઘટનાઓ સામે આવી છે.દિલ્હીમાં કેબ ડ્રાઇવરનો દાવો છે કે કોન્ડોમ ના રાખવાને કારણે તેને દંડ ફટકારવામાં આવ્યો હતો.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર અનુસાર, તાજેતરમાં કેબ ડ્રાઇવરને એટલા માટે દંડ ફટકારવામાં આવ્યો કારણ કે તેની કેબમાં રાખવામાં આવેલા ફર્સ્ટ એડ બોક્સમાં કોન્ડોમ નહતું.ફર્સ્ટ એડ બોક્સમાં કોન્ડોમ રાખવાને લઇને કોઇ નિયમ નથી પરંતુ કેબ ડ્રાઇવરનું માનવુ છે કે દંડથી બચવા માટે કોન્ડોમ રાખવુ જરૂરી છે.
સમાચાર અનુસાર, દિલ્હીના નેલ્સન મંડેલા માર્ગ પર ધર્મેન્દ્રને બે દિવસ પહેલા એક ટ્રાફિક પોલીસે રોક્યો હતો, તેની પાસે તમામ કાગળ હતા પરંતુ જ્યારે તેનું ફર્સ્ટ એડ બોક્સ ચેક કરવામાં આવ્યુ તો તેમાં કોન્ડોમ નહતું.આ વાત પર ટ્રાફિક પોલીસે ડ્રાઇવરને દંડ ફટકાર્યો હતો. કહેવામાં આવે છે કે જ્યારે તેને દંડ ફટકારવામાં આવ્યો ત્યારે પાવતીમાં કોન્ડોમનો ઉલ્લેખ ના કરતા તેને ઓવર સ્પીડ ગણાવી હતી.