ડુંગળી ફરી એકવાર લોકોને રડતી કરી રહી છે, તેની કિંમત વધી રહી છે અને રાષ્ટ્રીય રાજધાની અને દેશનાં અન્ય ભાગોમાં ડુંગળીનો છૂટક ભાવ પ્રતિ કિલો 70 થી 80 રૂપિયાની ટોચ પર પહોંચી ગયો છે અને આ સ્થિતિને કારણે લોકોનાં ખિસ્સા પરનો ભાર વધવા લાગ્યો છે અને તેમના ખોરાકનો સ્વાદ ફીંકો પડવા લાગ્યો છે.
ડુંગળી કીચેનનો ખાસ હિસ્સો કહેવાય છે અને તેની કિંમતોમાં વધારો ક્યાકને ક્યાક લોકોને પ્રભાવિત કરે છે, તેવામાં સરકારની તેને લઇને હવે ચિંતિત બની છે કે કેવી રીતે તેની કિંમતો પર કાબૂ મેળવી શકાય. ઉલ્લેખનીય છે કે, કહેવામાં તો ડુંગળી એક નાની બાબત લાગે પરંતુ દિલ્હીનો ઈતિહાસ યાદ અપાવે છે કે ડુંગળી ચૂંટણીનો ઘણો મોટો મુદ્દો બની હતી અને તત્કાલિન સરકારને તેના કારણે સત્તા ગુમાવી પડી હતી.