વરસાદની આતુરતા પૂર્વક રાહ જોઈ રહેલા દિલ્હી-એનસીઆરના કરોડો લોકો માટે રાહતના સમાચાર છે. રવિવારે વહેલી સવારથી જ દિલ્હીની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે એક તરફ લોકોને બફારામાંથી રાહત મળી છે, તો બીજી તરફ નીચાણ વાળા વિસ્તારો જળ બંબાકાર થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.
દિલ્હીની સાથે નોઈડા, ફરિદાબાદ અને ગાઝિયાબાદમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. દિલ્હીમાં રેલ ભવન અને તીન મૂર્તિ નજીક પણ મૂશળધાર વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાયા હોવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે.