દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થવાના છે. સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થઈ ગઈ છે. આજે સાંજ સુધીમાં જ સ્પષ્ટ થઈ જશે કે, દિલ્હીની સત્તા કોણ સંભાળશે? મતગણતરીને ધ્યાનમાં રાખતા કેન્દ્રો પર સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત અર્ધસૈનિક દળોને પણ ગોઠવી દેવામાં આવ્યા છે. પ્રાથમિક રૂઝાનમાં ભાજપ અને આપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપને 15 બેઠકો અને કોંગ્રેસને ઝીરો બેઠક જોવા મળી રહી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ વિજય મળ્યો હતો, જો કે બાદમાં અનેક રાજ્યોમાં ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો. ગત વિધાનસભા ચૂંટણી 2015માં થઈ હતી. જેમાં આપને 67 બેઠકો પર જીત મળી હતી, જ્યારે બાકીની 3 બેઠકો ભાજપના ફાળે આવી હતી.
જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટી સતત દાવો કરી રહી છે કે, આ વખતે એક્ઝિટ પોલ ફેલ થશે અને ભાજપને દિલ્હીમાં 48થી વધુ બેઠકો મળશે.