દિલ્હી (Delhi)ની 5-સ્ટાર (Five Star Hotel) તાજ માનસિંહ હોટેલ હવે ‘સર ગંગા રામ હોસ્પિટલ’ સાથે જોડાશે, જેથી શહેરને વધતા કોરોનાવાયરસ (Corona Virus)ના કેસોમાં કાર્યવાહી કરવામાં મદદ મળી શકે. વહીવટીતંત્રે આજે આદેશો જાહેર કર્યા છે જે અંતર્ગત દિલ્હીની આ 5-સ્ટાર હોટેલ દર્દીઓ માટે ઓરડાઓ અને ખોરાક આપવાની જવાબદારી લેશે.હોટેલમાં કર્મચારીઓની અછત માટે હોસ્પિટલ વળતર આપશે અને સારવાર અને એમ્બ્યુલન્સ સેવાઓ પ્રદાન કરવા માટેનો હવાલો સંભાળશે.દર્દીઓએ ચૂકવણી હોસ્પિટલને કરવી પડશે,જે પાછળથી હોટેલને ભરપાઈ કરશે.
સરકારના નિર્ણય મુજબ ફાઇવ સ્ટાર હોટલમાં એક દિવસનુ રૂમ ભાડુ 5000 રૂપિયા રહેશે. આ ઉપરાંત તબીબી સેવાઓ માટે દિવસમાં મહત્તમ 5000 રૂપિયા ચાર્જ થઈ શકે છે જેમાં ઓક્સિજન સિવાય તમામ સગવડો શામેલ હશે. ઓક્સિજન સિલિન્ડરોની જોગવાઈ માટે દરરોજ 2 હજાર રૂપિયાનો ચાર્જ લેવામાં આવી શકે છે.સરકારના નવા નિયમો હેઠળ તાજ માનસિંહ સ્ટાફને રક્ષણાત્મક ગિયર અને મૂળભૂત તાલીમ આપવામાં આવશે.
જો હોસ્પિટલ ઇચ્છે છે, તો તેના ડોકટરો, નર્સો અને અન્ય પેરામેડિકલ સ્ટાફ હોટલમાં રહી શકે છે, પરંતુ હોસ્પિટલે તેનો ખર્ચ અલગી ઉપાડવો પડશે.હોટેલોને હોસ્પિટલોમાં જોડવાનો નિર્ણય દિલ્હી સરકારે શહેરમાં પથારીની તીવ્ર અછતને ધ્યાનમાં રાખીને લીધો હતો. આપના નેતા મનીષ સિસોદિયાએ કહ્યુ છે કે જુલાઈના અંત સુધીમાં દેશમાં 5 લાખ કોરોનાવાયરસ કેસ હશે. ત્યાં સુધીમાં દિલ્હીને 80,000 પથારીની જરૂર પડશે.
રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથેની બેઠક બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પલંગની તંગીને પહોંચી વળવા માટે દિલ્હીને 500 રેલ્વે કોચ આપવામાં આવશે. આમાંથી પચાસ કોચ પૂર્વીય દિલ્હીના આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પર મુકવામાં આવ્યા છે.રવિવાર અને સોમવારે અમિત શાહે વાયરસ માટે રાષ્ટ્રીય રાજધાનીની સજ્જતાની સમીક્ષા કરવા માટે અનેક બેઠકો યોજી હતી.
હલમાં દિલ્હી 42,829 કેસ સાથે દેશમાં ત્રીજા ક્રમે છે. અહીં અત્યાર સુધી કોરોનાના કારણે કુલ 1506 લોકોના મોત નોંધાયા છે.જયારે 16,427 લોકો સાજા થયા છે.ગત અઠવાડિયે સુપ્રીમ કોર્ટે દિલ્હીની કોરોના વાયરસ સ્થિતિને ભયંકર ગણાવી હતી અને કહ્યુ હતુ કે દિલ્હી સરકારે તેની તમામ ખાનગી હોસ્પિટલોને કોરોના સિવાયની સારવાર લેવા આવતા દદીૅઓના તાત્કોલિક કોરોના પરીક્ષણ કરવા આદાશ આપ્યો હતો.