મુકેશ અંબાણીના JIO માર્ટ વિરૂદ્ધ મહારાષ્ટ્રથી તમિલનાડૂ સુધી પ્રદર્શન શરૂ થઈ ગયા છે. અનેક જગ્યાઓ પર પ્રદર્શન થઈ રહ્યાં છે. નાના દુકાનદારોને બર્બાદ થવાનો ડર સતાવી રહ્યો છે. તેઓ JIO માર્ટ વિરૂદ્ધ ઉભા થઈ રહ્યાં છે. આ કારણે દેશમાં ડિસ્ટ્રિબ્યૂટર્સે પોતાનો સ્ટાફ અને વાહન પણ ઓછા કરી દીધા છે.
વર્ષ 2018માં જિયો માર્ટને મુકેસ અંબાણીની રિલાયન્સે દેશમાં લોન્ચ કર્યા હતા. પરંતુ હાલના વર્ષોમાં માર્કેટમાં નાના-મોટા ડિસ્ટ્રિબ્યૂટર્સ માટે માથાનો દુ:ખાવો બની ગયો છે. અનેક ડિસ્ટ્રિબ્યૂટર્સનું કહેવું છે કે, આ એપથી તેમના બિઝનેસને ખુબ જ મોટું નુકશાન થઈ રહ્યું છે, કેમ કે એપ દ્વારા રિટેલર્સને તેમના નિયમિત ડિસ્ટ્રિબ્યૂટર્સની સરખામણીમાં સસ્તો સામાન મળે છે. જિયો માર્ટ 24 કલાકમાં માલની ડિલીવરી કરે છે. આ કારણે માર્કેટમાં ખુબ જ ઝડપી આ એપની પકડ બની રહી છે.
એક ન્યૂઝ એજન્સી અનુસાર દેશમાં લગભગ ચાર લાખ 50 હજાર પારંપરિક ડિસ્ટ્રિબ્યૂટર્સ છે. પોતાના સેલ્સમેનો દ્વારા તેઓ ઉત્પાદનની કિંમતો પર 3-5%નો નફો કમાય છે. મોટાભાગના આ ડિસ્ટ્રિબ્યૂટર્સ સપ્તાહમાં એક વખત વ્યક્તિગત રૂપથી ઓર્ડર લે છે અને રિટેલર્સને બે દિવસમાં માલની ડિલીવરી આપે છે. તેથી અહીં રિલાયન્સ તેમને માત આપવાની સ્થિતિમાં આવી જાય છે. રિલાયન્સ 24 કલાકની અંદર સામાનની ડિલીવરી કરે છે. રિટેલર્સ JioMart પાર્ટનર એપથી ઈચ્છા હોય ત્યારે ઓર્ડર કરી શકે છે. રિલાયન્સ ગ્રાહકોને ફ્રિ સેમ્પલ પણ આપે છે.