પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં કલોલ-મહેસાણા વચ્ચે મરામતના કામને લઇને આગામી તા.૨ જાન્યુઆરી સુધી કુલ ૬ ટ્રેનો રદ રહેશે. તેમજ ૨ જાન્યુઆરીથી સળંગ ૫૦ દિવસ માટે લોકલ ટ્રેનોને આંશિક રદ કરાઇ છે જેને લઇને પણ અમદાવાદથી ઉત્તર ગુજરાત, વડોદરા અને ગાંધીનગર અને ખેડા-આણંદ તરફની લોકલ ટ્રેન સેવાને અસર થનાર છે. ટ્રેન નં.૭૯૪૩૧ અમદાવાદ-મહેસાણા ડેમુ પેસેન્જર, ૭૯૪૩૫/૩૬ અમદાવાદ-મહેસાણા-પાટણ-અમદાવાદ પેસેન્જર અને ટ્રેન નં.૭૯૪૩૭ મહેસાણા -આબુ રોડ પેસેન્જર આગામી તા. ૧ જાન્યુઆરી સુધી સંપૂર્ણ રદ કરી દેવામાં આવી છે.
જ્યારે ટ્રેન નં. ૭૯૪૩૨ મહેસાણા-અમદાવાદ ડેમુ પેસેન્જર તેમજ ૭૯૪૩૮ આબુરોડ-મહેસાણા પેસેન્જર તા.૨ જાન્યુઆરી સુધી રદ કરી દેવામાં આવી છે. જેથી અમદાવાદથી ઉત્તર ગુજરાત જતી લોકલ ટ્રેનોના મુસાફરોએ આગામી ૬ દિવસ માટે હાલાકી ભોગવવી પડશે. તા.૨ જાન્યુઆરીથી અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં.૧ પર મરામતના કામને લીધે લોકલ ટ્રેનોને વટવા અને સાબરમતી સુધી ટૂંકાવાઇ છે. આ ૫૦ દિવસ માટે અમદાવાદ-ગાંધીનગર-અમદાવાદ મેમુ અને આણંદ-ગાંધીનગર-આણંદ મેમુ સંપૂર્ણ રદ કરાઇ છે.
આ ટ્રેનો 50 દિવસ માટે વટવા-અમદાવાદ વચ્ચે રદ રહેશે
– ૬૯૧૧૩ વડોદરા-અમદાવાદ મેમુ પેસેન્જર
– ૬૯૧૦૬ અમદાવાદ-આણંદ મેમુ પેસેન્જર
– ૬૯૧૦૧ વડોદરા-અમદાવાદ મેમુ પેસેન્જર
– ૬૯૧૨૮ અમદાવાદ-આણંદ મેમુ પેસેન્જર
– ૬૯૧૧૫ વડોદરા-અમદાવાદ મેમુ પેસેન્જર
– ૬૯૧૦૨ અમદાવાદ-વડોદરા મેમુ પેસેન્જર