કોરોના સંક્રમણના વધતા કેસો વચ્ચે પુણે નજીકની એક ખાનગી ડેન્ટલ કોલેજે તેના 150થી વધુ વિદ્યાર્થીઓને કોલેજની અંદર ક્વોરન્ટાઈન થઈને આગામી મહિને પરીક્ષા આપવા માટે જણાવ્યું છે. વિદ્યાર્થીઓના મતે કોલેજ તંત્ર દ્વારા તેમને બે સપ્તાહ સુધી ક્વોરન્ટાઈન થવા માટે જણાવાયું છે.
પુણે નજીક આવેલા પીંપરી ખાતે ડી વાય પાટીલ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના સ્નાતક તેમજ અનુસ્નાતક અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને પોતાના વતનમાં કોવિડ 19 ટેસ્ટ કરાવી ત્યારબાદ કોલેજ પહોંચીને ત્યાં પરીક્ષા પૂર્વે ક્વોરન્ટાઈન થવા જણાવી દેવાયું છે.
બીજીતરફ કોરોનાની મહામારીના તબક્કામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષા મોકૂફ રાખવાની માંગ કરી રહ્યા છે. કોલેજ સત્તાધીશોએ એવો દાવો કર્યો છે કે પરીક્ષા દરમિયાન સુરક્ષાના તમામ પગલાં લેવાશે. સ્ક્રીનિંગ, સોશિયલ ડિસન્ટન્સિંગ તેમજ સેનિટાઈઝેશનનું પણ પાલન કરવામાં આવશે.
કોલેજ દ્વારા ચાલુ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં પરીક્ષા લેવામાં આવતી હોય છે પરંતુ વૈશ્વિક કોરોના મહામારીને પગલે આ વર્ષે પરીક્ષા મુલતવી રાખવામાં આવી હતી. આ અંગે એક વિદ્યાર્થીના વાલીએ નામ નહીં જણાવવાની શરતે કહ્યું કે, ‘સંચાલકોએ વિદ્યાર્થીઓને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં કોલેજ પરત આવવા જણાવ્યું છે અને ત્યાં તમામ વિદ્યાર્થીઓને બે સપ્તાહ સુધી ક્વોરન્ટાઈન કરવામાં આવશે. પરીક્ષા સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં લેવાશે