ભારત સરકારે દેશમાં કોરોના સંક્રમણથી પીડિત દર્દીઓની સારવાર માટે ડેક્સામેથાસોન સ્ટેરોયડને મંજૂરી આપી દીધી છે. જેનો ઉપયોગ હવે મેથિલપ્રેડનિસોલોનના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાશે. બ્રિટનમાં થયેલા ક્લીનિકલ ટ્રાયલમાં ડેક્સામેથાસોનને કોરોનાની લાઇફ સેવિંગ દવા તરીકે જોવા મળી હતી, જે પછી વિશ્વ સ્વાસ્થ સંગઠને તેના ઉત્પાદન વધારવા કહ્યુ હતું.
તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલયે ક્લીનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ, કોરોના મહામારી સંશોધિત દસ્તાવેજ જાહેર કર્યુ હતું, જેનો ઉપયોગ મેડિકલ સર્વિસમાં રેફરન્સ તરીકે કરવામાં આવે છે. મંત્રાલયના દસ્તાવેજમાં કહેવામાં આવ્યુ છે કે ડેક્સામેથાસોનનો ઉપયોગ ઓક્સીજન સપોર્ટવાળા દર્દીઓ માટે કરી શકાય છે.
ખાસ બાબત એ છે કે ડેક્સામેથાલોન 60 વર્ષથી વધારે સમયથી બજારમાં ઉપલબ્ધ છે અને સામાન્ય રીતે સોજો ઓછો કરવા માટે તેનો ઉપયોગ થાય છે.