ડીજીસીએ તરફથી જાહેર કરવામાં આવેલા સર્કુલરમાં કહેવાયુ છે કે, એરપોર્ટ્સ પર ચકાસણી દરમિયાન એવુ ધ્યાનમાં આવ્યુ છે કે, અહીં કોરોનાને લઈને દેખરેખ સંતોષજનક નથી. એટલા માટે એરપોર્ટ ઓપરેટર્સ પાસેથી એવી અપીલ કરવામાં આવી છેકે, તે એરપોર્ટ પર માસ્ક પહેરે, મો, નાક ઢાંક અને સોશિયલ ડિસ્ટન્સીંગ જેવા નિયમોને ખાસ જાળવી રાખે.સર્ક્યુલરમાં આગળ કહેવામાં આવ્યું છે કે કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં લેતા તમામ એરપોર્ટ તેને લઇને સાવધાની રાખે. કોરોના નિયમોના પાલનની ઉપેક્ષાને રોકવા સ્પોટ ફાઇન અને સ્થાનિક પોલીસની મદદ લઇ શકાય છે જેથી કોરોનાના વધતા કેસો વચ્ચે લોકોની બેદરકારી પર લગામ લગાવી શકાય. BMC એ મુંબઈમાં કોરોનાને કારણે વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ખાનગી હોસ્પિટલો માટે નવી ગાઈડલાઇન બહાર પાડી છે. જે અનુસાર ખાનગી હોસ્પિટલોમાં 80% બેડ અને 100% ICU બેડ કોરોના દર્દીઓ માટે રિઝર્વ રાખવાના રહેશે. કોરોનાના દર્દીઓને વોર્ડ વોર રૂમમાંથી બેડ ફાળવવામાં આવશે. હોસ્પિટલોમાં દર્દીઓની સીધા દાખલ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.મુંબઈ બાદ હવે દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 1904 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ દિલ્હીમાં ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટર અને આઈસીયુ બેડ્સ સુંપૂર્ણ ભરાયેલા જોવા મળી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આ અંગે કહ્યું કે,‘દિલ્હીમાં હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતાની સમિક્ષા કરવામા આવશે અને તેના આધાર પર વધુ બેડ ફાળવવામાં આવશે. સરકારી હોસ્પિટલમાં ઘણા આઈસીયુ અને વેન્ટિલેટર ખાલી છે. ખાનગી હોસ્પિટલોમાંથી પણ અમુકમાં જ આઈસીયુ-વેન્ટિલેટર બેડ ખૂટવાની સ્થિતિ જોવા મળી છે. આ હોસ્પિટલોમાં પણ વ્યવસ્થા વધારવામા આવશે.’ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે- દિલ્હીના ખાનગી હોસ્પિટલોમાં આઈસીયુ અને વેન્ટિલેટર બેડ ખૂટવાની સ્થિતિ પાછળ વધતા કેસની સાથે અન્ય રાજ્યોથી આવતા લોકો પણ છે.
