ભારતમાં ઘણા એવા ધાર્મિક સ્થળો છે જ્યાં મહિલાઓને જવાની મંજૂરી નથી, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં ઘણા એવા મંદિરો છે જ્યાં પુરુષોનું જવુ વર્જિત માનવામાં આવે છે. આ મંદિરોમાં ફક્ત મહિલાઓ જ પૂજા કરી શકે છે. ચાલો આપણે જાણીએ કે ભારતનાં કયા મંદિરો છે જ્યાં પુરુષોને જવાની મંજૂરી નથી. તામિલનાડુમાં દેવી કન્યાકુમારીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવતીદેવીના બાળ સન્યાસ સ્વરુપની પૂજા કરવામાં આવે છે. રાજયના દક્ષિણ છેડાને સ્પર્શતું આ મંદિર શકિતપીઠોમાંનું એક ગણાય છે. આ મંદિરના ગર્ભગૃહમાં પુરુષો પ્રવેશ કરી શકતા નથી માત્ર બહાર ઉભા રહીને દર્શન કરી શકે છે. બિહારમાં મુઝફફરપૂરમાં આવેલું માતાનું મંદિર છે જેમાં અમૂક ચોકકસ સમયગાળામાં માત્ર મહિલાઓ જ મંદિરમાં આવી શકે છે. એવી માન્યતા છે કે જો પુરુષ મંદિરમાં આવીને દર્શન કરે તો તેના જીવન પર નકારાત્મક અસર પડે છે. આ સ્થળને નારી શબરીમાલા તરીકે પણ કહેવામાં આવે છે. આ મંદિરમાં પુરુષોના મંદિર પ્રવેશ નિષેધની પરંપરા સદીઓથી ચાલી આવે છે. આ મંદિરમાં દર વર્ષે ૧૦ દિવસ સુધી મનાવવામાં આવતો પોંગલનો તહેવાર ઉજવવા લાખો મહિલાઓ એકત્ર થાય છે. કોઇ પણ ધાર્મિક કાર્યક્રમમાં એક સાથે આટલી મહિલાઓ એકત્ર થવાનો આ રેકોર્ડ પણ નોંધાયેલો છે. અટ્ટુકલ ભગવતી મંદિર વર્ષમાં બે મહિના ફેબુ્આરી અને માર્ચ દરમિયાન મહિલાઓ માટે ખોલવામાં આવે છે. મહિલાઓ ચૂડીઓ અને બંગડીઓ અર્પણ કરીને આશિર્વાદ માંગે છે.
કેરલમાં વિખ્યાત પદ્દમનાભ મંદિરથી ૨ કીમી દૂર દેવી પાર્વતીનું મંદિર જયાં માત્ર મહિલાઓ જ દર્શન કરે છે. કેરલના અલાપુઝા જિલ્લાનું ચુકકુલાતુંકાવું મંદિર છે. ભગવતીમાતાને સમર્પિત આ મંદિરમાં મહિલાઓ સાથે જોડાયલા ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં આવે છે જેને નારી પૂજા પણ કહેવામાં આવે છે. દર વર્ષના ડિસેમ્બર મહિનાના પ્રથમ શુક્રવારને ધનું કહેવામાં આવે છે.અહીંયા ૧૦ દિવસ સુધી મહિલાઓ વ્રત રાખે છે તે દરમિયાન પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવે છે. અસમમાં આવેલા આ મંદિરમાં માતાની મહાવારીનો ઉત્સવ મનાવવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન મંદિરમાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવે છે. માત્ર મહિલા ભકત અને સન્યાસીઓ જ પૂજા કરે છે. પુરુષો દૂરથી દર્શન કરી શકે છે. આ દરમિયાન મંદિરના પૂજારી તરીકે પણ મહિલા રાખવામાં આવે છે. કામરુપ કામાખ્યા મંદિર સદીઓ જુની આ પરંપરાનું સાક્ષી છે. એક માહિતી મુજબ પુષ્કરમાં બ્રહ્માજીના મંદિરમાં પણ કારતક પૂર્ણિમા દરમિયાન પરણીત પુરુષો પ્રવેશ કરતા નથી. હિંદુ પંચાગ અનુસાર બ્રહ્માના સન્માનમાં થતી આ પૂજામાં પુરુષોએ ભાગ લેવાની મનાઇ છે.