જો તમારી બેન્ક ડિટેલ સુરક્ષિત રહે અને તમે છેતરવાથી બચી શકો. નવા નિયમ હેઠળ 2 હજારથી વધુની ચુકવણી કરવા પર ગ્રોહકોને વેરિફિકેશન માટે OTP નાખવું પડશે. હવે રેઝરપે, સીસી એવન્યૂ સહિતના પેમેન્ટ એગ્રીગેટરોએ હવે ગ્રાહકોને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવા માટે ATM પીનનો ઉપયોગ કરવાનો વિકલ્પ આપવાનું બંધ કરવું પડશે.
આ દિશા નિર્દેશો પેમેન્ટ એગ્રીગેટર અને પેમેન્ટ ગેટવે મારે જાહેર કરવામાં આવ્યા છે. RBIના આ નવા નિયમ હેઠળનો હેતુ ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત અને સુવિધાજનક બનાવવાનો છે. આ ડિજિટલ પેમેન્ટમાં છેતરપિંડીનું જોખમ ઘટાડવામાં અને ગ્રાહકોના નાણાકીય ડેટાને સુરક્ષિત રાખવામાં મદદ કરશે. કેન્દ્રીય બેંકે આ નિયમો નોટિફિકેશન દ્વારા જાહેર કર્યા છે
RBI ના આ નોટિફિકેશમાં કહેવામાં આવ્યું છે કે, પેમેન્ટ એગ્રીગેટરોએ હવે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવા માટે ATM પિનનો ઉપયોગ કરવાનો વિકલ્પ આપવાનું બંધ કરવું પડશે. આ રીતે કોઈ પણ વ્યક્તિનો ATM પિન એગ્રીગેટર, પેમેન્ટ ગેટવે અને હેકર માટે ઓનલાઇન ઉપલબ્ધ રહેશે નહીં. જેથી ગ્રાહકોની સુરક્ષા પણ વધશે.