સરકાર દ્વારા રદ કરવામાં આવેલી 500 અને 1000 રૂપિયાની નોટનું ઓનલાઇન વેચાણ થતુ હોવાની જાણ થતા કોંગ્રેસના આઇટી સેલ દ્વારા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ક્લબ ફેક્ટરી (CLUB FACTORY) નામની વેબસાઇટ અને ગૂગલ પ્લે સ્ટોર એપ્લીકેશન પર ભારત સરકાર દ્વારા રદ કરવામાં આવેલી 500 અને 1000 રૂપિયાની નોટોનું ઓનલાઇન વેચાણ થઇ રહ્યુ છે. કોંગ્રેસ સમિતી સોશિયલ ડિપાર્ટમેન્ટમાં સ્ટેટ કોર્ડીનેટર તરીકે ફરજ બજાવતા હેમાંગ રાવલે સાઇબર ક્રાઇમમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, હેમાંગ રાવલે નેટ પર સર્ચ કરતા તેમના ધ્યાનમાં રદ થયેલી 500 અને 1000 રૂપિયાની નોટો વેચાતી હોવાનું ધ્યાનમાં આવ્યુ હતુ.