દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 12 હજારની નજક પહોંચી ગયો છે અને 392 લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરાનના વધતા સંક્રમણને જોતા આ લોકડાઉન દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે કડક ગાઈડલાઈન રજૂ કરી છે. હવે આખા દેશના બધા જ જિલ્લાઓને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કોરોના સંક્રમણને રોકવા માટે નવી રણનીતિ બનાવી છે. આ હેઠળ બધા જ જિલ્લાઓને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ- હોટસ્પોટ, બીજો- નોન હોટસ્પોટ અને ત્રીજું- તે જિલ્લા જ્યાં અત્યાર સુધી એક પણ કેસ આવ્યો નથી. આ જિલ્લાઓમાં કોરોનાને રોકવા માટે સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમ કેટલીક એજન્સીઓ સાથે કોઓર્ડિનેટ કરી રહી છે.
દેશમાં હાલમાં 170 હોટસ્પોટ જિલ્લા છે. આ જિલ્લાઓમાં હવે ડોર ટૂ ડોર સર્વે કરવામાં આવશે. આ જિલ્લાઓમાં જે પણ લોકો કોઈ પણ ફ્લૂ અથવા ખાંસી-સર્દીના દર્દી મળશે, તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. હોટસ્પોટ એરિયામાં જે લોકોની ઓળખ માટે દર સપ્તાહે અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાર દર સોમવારે ચાલશે. હોટસ્પોટ નજીક આવેલા વિસ્તારોને બઝર ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
બઝર ઝોનમાં સ્પેશ્યલ ટીમ તરફથી અભિયાન ચલાવીને એક્ટિવ કેસની શોધ કરવામાં આવશે. લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવશે અને તેમનું ટેસ્ટ કરવામાં આવશે. આ વિસ્તારમાં આવશ્યક સેવાઓને ચાલું રાખવામાં આવશે. સાથે જ ટીમ તરફથી દર્દીઓ સાથે સંપર્કમાં આવેલા લોકોની શોધ કરવામાં આવશે. તે માટે રેડ ક્રોસ, એનએસએસ સહિત કેટલીક એજન્સીઓ સાથે કામ કરશે.
જે જિલ્લાઓમાં ઓછામાં ઓછા કેસ છે, તેમને નોન-હોટસ્પોટ જિલ્લા ઝોનમાં રાખવામાં આવ્યા છે. આ જિલ્લાઓમાં તાવ, શરદી-ખાંસીના શિકાર લોકોના ટેસ્ટ કરવામાં આવશે. આ જિલ્લાઓને કોવિડ-19 માટે એક અલગથી હોસ્પિટલ બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
ત્રીજું ગ્રીન ઝોન હશે જેમાં તે જિલ્લાઓને રાખવામાં આવશે, જ્યા એકપણ કેસ આવ્યો નથી. આ જિલ્લાઓમાં પ્રશાસન તરફથી નજર રાખવામાં આવશે. આ વચ્ચે સ્વાસ્થ્ય વિભાગે રાજ્ય સરકારોને કહ્યું કે, જે પણ વિસ્તારોમાં 28 દિવસોમાં એકપણ કેસ આવશે નહીં, તે વિસ્તારને હોટસ્પોટ અને ગ્રીન-ઓરેન્જ ઝોનમાં ફેરવવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 25 રાજ્યોમાં 170 જિલ્લાઓને કોરોના હોટસ્પોટ અને 27 રાજ્યોમાં 207 જિલ્લાઓને નોન-હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. મંત્રાલયે ફરીથી એક વખત કહ્યું છે કે, દેશમાં અત્યાર સુધીમાં કોમ્યુનિટી ટ્રાન્ઝિશનનો ખતરો નથી.