દેશમાં નવા વર્ષની ઉજવણી લોકોએ ધામધૂમથી કરી હતી. અને તેમાં ઘણો લોકો એવા પણ હતા કે જે દારુના નશામાં પોલીસના હાથે ચડી ગયા હતા.ત્યારે ગતરોજ દિવમાં ઉનાના બે યુવાનો 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે આવ્યા હતા અને આ બે યુવાનો દારુના નશામાં ચકચુર હોવાથી જેસીબી સાથે ધડાકાભેર અથડાતા બન્નેના મોત થયા હતા.
ગતરોજ દિવમાં 3 મિત્રો ઉનાથી નવા વર્ષની ઉજવણી કરવા માટે આવ્યા હતા જેમાં બે યુવાનોએ વધારે નશો કરી લેતા ભાન ભૂલ્યા હતા, અને ત્રણેય યુવાનો નશાની હાલતમાં ચક્રતીર્થ બીચ પર બાઇક સાથે ફરી રહ્યા હતા ત્યારે બંધ પડેલા જેસીબી સાથે અથડાતા બે યુવાનોના મોત નીપજ્યા હતા. જ્યારે એકને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો. તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંને યુવાનોના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યા છે. આ બનાવને લઈ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.