ગુજરાતમાં મેડિકલની સીટને લઈને રાજ્ય સરકારે બોન્ડ સિસ્ટમ યથાવત રાખી છે. જોકે નીતિનિયમમાં મોટા ફેરફાર કર્યા છે. જે અંતર્ગત જો એક વર્ષ સુધી ગ્રામીણ વિસ્તારમા રહીને તબીબ પ્રેક્ટિસ નહી કરે તો બોન્ડ થકી રૂપિયા 20 લાખ ભરવા પડશે. બોન્ડના ભંગને કરનારને ગુજરાતમાં પ્રેક્ટિસ કરવા પર પણ મનાઈ ફરમાવવામાં આવશે તેવી જાહેરાત ડેપ્યુટી સીએમ નીતિને પટેલે કરી છે.
નીતિન પટેલે કહ્યુ હતુ કે, સરકારી ખર્ચે તબીબનો અભ્યાસ કરનારાઓએ પાંચ લાખનો બોન્ડ અપાશે. આ સાથે જ રૂપિયા 15 લાખના સ્યોરિટી બોન્ડની 300 રૂપિયાની સ્ટેમ્પ પેપર પર એફિડેવીટકરવી પડશે.અને જો એક વર્ષ સુધી ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં આ તબીબો પ્રેક્ટીસ નહી કરે તો તેઓએ પંચ લાખના બોન્ડ સાથે 20 લાખ રૂપિયા ચુકવવા પડશે.
આ પહેલા ડૉક્ટરો અભ્યાસ પૂર્ણ કરીને શહેરમાં મસમોટી હોસ્પિટલ ખોલી લેતા હતા. જેથી સરકાર માટે ગામડાંમાં તબીબને રાખવો એ મોટી સમસ્યા સર્જાતી હતી. જેથી હવે દરેક ગામડાંને યોગ્ય સારવાર મળી રહે આ માટે ડોક્ટર ત્યાં હાજર રહેશે. પરિણામે હવે અર્બન એરિયાના લોકોને દાક્તરી સારવાર કરવા માટે તાલુકા કે જિલ્લામાં ધક્કો ખાવો નહીં પડે. ગુજરાત સરકારનું આ પગલું એક રીતે સરાહનીય ગણવું રહ્યું.