કોરોના વાયરસની મહામારીમાં અત્યાર સુધીમાં દુનિયાભરના 1 લાખ 43 હજારથી વધુ લોકોની આ વાયરસના કારણે મોત થઇ ચૂકી છે. ભારતમાં પણ આ વાયરસના સંક્રમણના આંકડા ઝડપથી વધી રહ્યા છે. કોરોના વાયરસના લક્ષણને લઇને અલગ અલગ દાવા કરાય છે.
સામાન્ય રીતે ભારે તાવ, સૂકી ખાંસી અને શરદી જેવા લક્ષણો કોરોનાના સંક્રમણના મુખ્ય લક્ષણ છે. પણ હવે કોરોનાના લક્ષણોને લઇને ડૉક્ટરોએ નવી જાણકારી આપી છે. જેમાં પગમાં અમુક પ્રકારના નિશાન પડી જાય છે.
સ્પેનના ડૉક્ટરોએ ચેતવણી આપી છે કે કોરોના વાયરસની અસર પગમાં જોવા મળે છે. કેટલાક દર્દીઓના પગની ત્વચા પર નિશાન પડી જાય છે. સ્પેનિશ ત્વચા વિશેષજ્ઞોએ જાણકારી આપી છે કે Covid 19ના રોગીઓના પગમાં જાબુંડી રંગના નિશાન પડે છે .સામાન્ય રીતે આવા નિશાન નાના બાળકો અને ટિનએજર્સમાં જોવા મળે છે. ડોક્ટરોના કહેવા મુજબ કેટલીકવાર આ ડાધ ચિકનપોક્સના નિશાન જેવા દેખાય છે. અને આ નિશાન પગની આંગળીઓની પાસે દેખાય છે.