અમેરિકામાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેગા ઇવેન્ટ ‘હાઉડી મોદી’માં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થશે. વ્હાઇટ હાઉસે રવિવારના રોજ મોડી રાત્રે તેની પુષ્ટિ કરી દીધી છે. આધુનિક ઇતિહાસમાં એવું પહેલી વખત બનશે જ્યારે બે સૌથી મોટા લોકતાંત્રિક દેશોના ટોચના નેતા દુનિયાના કોઇપણ ખૂણામાં રેલીને સંબોધિત કરી રહ્યા હશે. આપને જણાવી દઇએ કે આ કાર્યક્રમ 22 સપ્ટેમ્બરના યુએસના હ્યુસ્ટનમાં યોજાવાનું છે.
હ્યુસ્ટનના એનઆરસી સ્ટેડિયમમાં થનાર આ કાર્યક્રમમાં 50000થી વધુ ઇન્ડો-અમેરિકન લોકોને આવવાની સંભાવના છે. આટલા રજીસ્ટ્રેશન અત્યાર સુધી થઇ ચૂકયા છે. તેના સંબંધમાં વ્હાઇટ હાસઉની મીડિયા સચિવ સ્ટેફિનીએ નિવેદન રજૂ કર્યું. તેમણે કહ્યું કે મોદી અને ટ્રમ્પની આ જોઇન્ટ રેલી ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત કરવાની અગત્યની તક હશે. વ્હાઇટ હાઉસે કહ્યું કે પીએમ ઓફિસની તરફથી જ તેના માટે ભલામણ કરાઇ હતી